સુરતમાં PM મોદીનો ભવ્ય રોડ શો શરૂ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુરત ની મુલાકાતે છે. પીએમ મોદીના સ્વાગત માટે સુરતને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટ પર નીતિન પટેલ, જીતુ વાઘાણી, આનંદીબહેન પટેલ સહિતના ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

narendra modi road show
  • સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ પીએમ મોદીનો રોડ શો શરૂ
  • ઓપન કારમાં બેસી પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું.
  • રોડ શોમાં સૌથી આગળ મહિલા બાઇકર્સ જોડાઇ.
narendra modi
  • 12 કિમી લાંબા આ રોડ શોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
  • સુરક્ષા વ્યવસ્થામાં 25000 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે હાજર છે.
  • પીએમ મોદીના આ રોડ શોનો લાઇવ વીડિયો જુઓ અહીં..
narendra modi road show
  • લગભગ 5000 જેટલા બાઇક સવારો પણ આ રેલીમાં જોડાયા.
  • બાઇક રેલીમાં મોંઘીદાટ હાર્લી ડેવિડસન બાઇક પણ જોડાઇ.
pm modi road show
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ રોડ પર જોવા મળી રહ્યાં છે.
  • સુરત શહેરની ભવ્ય સજાવટ અને પીએમનો રોડ શો જોવા માટે લગભગ 2 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
pm road show
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થાય એ પહેલાં જ રસ્તાઓ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
narendra modi road show
સ્વાગતની તૈયારીઓ

પીએમના સ્વાગત માટે 12 કિલોમીટર લાંબી સાડી તૈયાર કરવામાં આવી છે, જે એરપોર્ટથી લઇને સર્કિટ હાઉસ સુધી પાથરવામાં આવી છે. વધુ ખાસ વાત એ છે કે, આ સાડી પર પીએમ મોદીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજનાઓની જાણકારી આપવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, આ દુનિયાની સૌથી લાંબી સાડી છે. કેટલીય શાળાઓમાં વિદ્યાર્થીઓએ પીએમના સ્વાગત માટે પેઇન્ટિંગ તૈયાર કરી છે, આ પેઇન્ટિંગ્સમાં પણ પીએમની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

pm road show

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સરકાર તથા સુરતના શહેરીજનોના ઉત્સાહને વધાવી લેતાં પોતાની આ યાત્રા અંગે ટ્વીટ કર્યા હતા.

પીએમ મોદી પોતાની આ મુલાકાત દરમિયાન 400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ કિરણ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન પણ કરશે.

English summary
PM Narendra Modi Surat road show live update.
Please Wait while comments are loading...