For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેવડિયામાં મિશન લાઈફ સહિત અનેક વિકાસ કાર્યોનો કરાવશે શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે જશે. અહીં તેઓ હજારો કરોડ રૂપિયાની ભેટ આપશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે જશે. અહીં તેઓ હજારો કરોડ રૂપિયાની ભેટ આપશે. કેવડિયામાં પીએમ મોદી મિશન લાઈફનો શુભારંભ કરશે. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહેવાના છે. એન્ટોનિયો ગુટેરેસ સ્ટેચ્યુ ઑફ યુનિટિ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી કેવડિયામાં 10મી હેડ કૉન્ફરન્સમાં પણ ભાગ લશે. આ કાર્યક્રમમાં ભારત મિશન લાઈફની બુકલેટ, લોગો અને ટેગલાઈન પણ આપવામાં આવશે.

pm modi

આ ઉપરાંત પીએમ મોદી ગુજરાતના તાપી જિલ્લાને 1970 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે. અહેવાલ મુજબ, પીએમ મોદી તાપી જિલ્લાના વ્યારામાં 1970 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ વર્ષે જાન્યુઆરીમાં બીજા કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રનુ પદ સંભાળ્યા બાદ ગુટેરેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે. એન્ટોનિયો ગુટેરેસ તેમના ભારતીય વાર્તાકારો સાથે વાતચીત કરવા ઉપરાંત મુંબઈની તાજમહેલ હોટેલમાં 26/11ના આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ પણ આપશે. આજે 20 ઓક્ટોબર, ગુરુવારે PM મોદીની ગુજરાત મુલાકાતનો છેલ્લો દિવસ છે. પીએમ મોદી 19 ઓક્ટોબરે ગુજરાત પહોંચ્યા હતા.

મિશન લાઈફ શું છે?

2021માં ગ્લાસગોમાં COP26 ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઈફ સ્ટાઈલ ફૉર એન્વાયરમેન્ટ(LiFE) અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવાની ચળવળમાં જોડાવા વૈશ્વિક નેતાઓને આહ્વાન કર્યુ હતુ. મિશન લાઇફનો ઉદ્દેશ્ય વ્યક્તિગત સ્તરે અને સામુદાયિક સ્તરે નાની અને મોટા કાર્યોના અમલીકરણ દ્વારા જળવાયુ પરિવર્તનની અસરોનો સામનો કરવાનો છે.

English summary
PM Narendra Modi to launch Mission LiFE in Gujarat Kevadia today on his second day of Gujarat visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X