For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં ચાલશે મોદીની પાઠશાળા, અધિકારીઓ માટે વિશેષ નિયમ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 90મી વખત કચ્છની મુલાકાતે છે. ગુજરાતના કચ્છમાં આવેલા ધોરડોમાં તે દેશના તમામ વરિષ્ઠ પોલિસ અધિકારીઓ સાથે વાર્ષિક કોન્ફરન્સ કરશે. આ કોન્ફરન્સમાં જ્યાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે ત્યાં જ દેશની સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દા પર પણ વાત થશે જો કે રસપ્રદ વાત તો એ છે કે આ કોન્ફરન્સમાં હાજર તમામ અધિકારીઓ ત્રણ દિવસ સુધી દારૂ પીધા વગર રહેવું પડશે અને યોગના સેશનમાં પણ ભાગ લેવો પડશે.

આ કોન્ફરન્સમાં વડાપ્રધાન સમેત ગૃહમંત્રી રાજનાથ સિંહ અને એનએસએ અજીત ડોવાલ પણ હાજર રહેશે. આ કોન્ફરન્સમાં આઇએસઆઇએસ સામે વધી રહેલી મુશ્કેલીઓ તથા સોશ્યલ મીડિયા પર આતંકીઓનો ખતરો અને મહિલાઓ સાથે થઇ વધી રહેલા અપરાધ પર પણ વાત થશે. જો કે આ તમામ વાતોને બાદ કરતા આ કોન્ફરન્સમાં તમામ અધિકારીઓને કેટલાક મહત્વપૂર્ણ નિયમોને માનવા પડશે. જે ધણા જ રસપ્રદ છે જે વિષે જાણો અહીં...

બ્લેઝર મસ્ટ

બ્લેઝર મસ્ટ

આ કોન્ફરન્સમાં હાજર તમામ પોલિસ અધિકારીઓ માટે ડ્રેસ કોર્ડ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ તમામ અધિકારીઓને કોન્ફરન્સ દરમિયાન બ્લેઝર ફરજીયાત પહેરવો પડશે.

મહિલા અધિકારી

મહિલા અધિકારી

કોન્ફરન્સ દરમિયાન તમામ મહિલા અધિકારીઓને સાડી પહેરવી પડશે.

દારૂબંધી

દારૂબંધી

જો કે કેટલાક પોલિસ કર્મીઓ માટે સૌથી મોટા દુખની વાત તે રહેશે કે આ ત્રણ દિવસ દરમિયાન તેમણે દારૂ નહીં પી શકે. આ કોન્ફરન્સમાં દારૂ પર પ્રતિબંધ છે.

શુદ્ધ શાકાહારી

શુદ્ધ શાકાહારી

એટલું જ નહીં આ કોન્ફરન્સમાં પોલિસ અધિકારીઓને ખાલી શુદ્ધ શાકાહારી ભોજન જ મળશે.

સવારે પાંચ વાગે યોગા

સવારે પાંચ વાગે યોગા

તમામ પોલિસ અધિકારીઓને સવારે 5 વાગે ઊઠીને સૂયનમસ્કાર અને યોગ કરવો પડશે.

મીડિયાથી દૂરી

મીડિયાથી દૂરી

એટલું જ નહીં આ કોન્ફરન્સમાં મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ હશે.

સૂરજને જોવો અનિવાર્ય

સૂરજને જોવો અનિવાર્ય

વધુમાં તમામ પોલિસ અધિકારીઓએ કચ્છમાં સૂર્યાસ્થ કે સૂર્યોદય બે માંથી કોઇ એક રોજ જોવા પડશે.

બુલેટ પ્રૂફ ટેન્ટ

બુલેટ પ્રૂફ ટેન્ટ

આ કોન્ફરન્સ માટે વડાપ્રધાનની સુરક્ષા માટે બુલેટ પ્રૂફ ટેન્ટ લગાવવામાં આવ્યો છે. બે બુલેટ પ્રૂફ ટેન્ટમાં મોદીજી અહીં બે રાત ગુજારશે.

English summary
PM to meet all the top cops of the country in Kutch Gujarat with specific rules to follow. All officers have been given specific rules to follow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X