For Quick Alerts
For Daily Alerts
પોલીસની હપ્તાખોરીની પોલ ખોલતો વધુ એક વીડિયો વાયરલ, ખાતાકીય તપાસના આદેશ
ગુજરાત પોલીસ પર લાંચ લેવાના વીડિયો અવાર નવાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ વડગામ પોલીસ હદ વિસ્તારમાં પોલીસનો હપ્તો ઉઘરાવતો વીડિયો સામે આવ્યો છે. વડગામ પોલીસ હદ વિસ્તારમાં પોલીસ કોંસ્ટેબલ વાહનો ઉભા રખાવીને હપ્તો ઉઘરાવતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસ કોંસ્ટેબલ 300 રૂપિયા હપ્તો માંગતો જોવા મળે છે.
વીડિયો વાયરલ થતા જ SPએ હપ્તો ઉઘરાવતા પોલીસકર્મીને તાત્કાલીક ધોરણ સસ્પેંડ કરીને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.
સરકારે બંધ કર્યુ 2000 રૂપિયાની નોટનુ છાપકામ? લોકસભામાં અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ