For Quick Alerts
For Daily Alerts
ડીસામાં દારૂની નદી વહી, પોલિસે એક વર્ષમાં ઝડપાયેલી દારુની બોટલો પર બુલડોઝર ફેરવ્યુ
બનાસકાંઠાઃ ગુજરાતના ગાંધીમાં દારૂબંધી હોવા છતાં પણ સૌથી વધુ દારુ ગુજરાતમાં પીવામાં અને વેચવામાં આવે છે. ખાનગી બાતમીના આધારે ઘણી વાર પોલિસ દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડતી હોય છે. ડીસા તાલુકા પોલિસ દ્વારા છેલ્લા એક વર્ષમાં જપ્ત કરેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ડીસા તાલુકા પોલિસની ટીમે છેલ્લા એક વર્ષની અંદર જુદા-જુદા ગામોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

બનાસકાંઠા : ડીસામાં દારૂની નદી વહી, પોલીસે એક વર્ષમાં ઝડપેલી દારૂ બોટલ્સ પર ફેરવ્યું બુલડોઝર
પકડાયેલ દારુના જથ્થામાં 47 ગુનામાં પકડાયેલ દારૂની અને બિયરની 20 હજાર જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી. જેની કિંમત 55 લાખ 23 હજાર જણાવવામાં આવી છે. આ 20 હજાર દારૂની બોટલના જથ્થાને એરપોર્ટના મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો. દારુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્યારે ડીસા નાયબ કલેક્ટર ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝા, નશાબંધી અધિકારી તાલુકા પીઆઈ એમકે ચૌધરી સહિત પોલિસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Comments
banaskantha liquor police gujarat gujarat news gujarati news બનાસકાંઠા ડીસા દારૂ પોલિસ ગુજરાત ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર
English summary
Police turn bulldozers over 20,000 liquor bottles seized in Disa.
Story first published: Wednesday, July 21, 2021, 14:44 [IST]