For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી રૂપાણીએ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો

'પોલિયો મુક્ત ભારત, પોલિયો મુક્ત ગુજરાત'ના ધ્યેયને સાકાર કરવા 100 ટકા પોલિયો મુક્તિ ગુજરાત માટે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી શરૂ કરાવ્યુ હતું. આ અંગે વધુ વાંચો અહીં

By Oneindia
|
Google Oneindia Gujarati News

'પોલિયો મુક્ત ભારત, પોલિયો મુક્ત ગુજરાત'ના ધ્યેયને સાકાર કરવા 100 ટકા પોલિયો મુક્તિ ગુજરાત માટે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી ભુલકાંઓને પોલિયો રસીના બે ટીપા પીવડાવ્યા હતા. આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાની અને આરોગ્ય કમિશનર ડો.જ્યંતિ રવિ પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા.

vijay Rupani

ઉલ્લેખનીય છે કે, રવિવારથી શરૂ થયેલા આ પોલિયો રસીકરણ અભિયાનમાં રાજ્યના 5 વર્ષની વયના 84 લાખ બાળકોને આવરી લેવામાં આવશે. ગુજરાતમાં 38 હજાર ઉપરાંત બુથ આ માટે ઊભા કરવામાં આવ્યા છે. 74 ,648 રસીકરણ ટીમ અને 1,58 ,861 કર્મયોગીઓ આ સેવા અભિયાનમાં જોડાવાના છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતનું 5 વર્ષ સુધીનું એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગના સઘન આયોજનના વખાણ કર્યા હતા. તેમણે ગુજરાતને પોલિયો મુક્ત કરવા સરકારની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.
Polio
English summary
Polio campaign started by Cm Vijay Rupani. Read more detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X