For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શક્તિસિંહ ગોહિલ : કોંગ્રેસના પાણીદાર નેતા અને નવા બાપુ

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ વિષે જાણો કંઇક ખાસ. કોણ છે શક્તિ સિંહ ગોહિલ જાણો તેમના આ પોલિટિકલ પ્રોફાઇલમાં...

By Chaitali
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ સોનાયા ગાંધીના ચાણક્ય તેવા અહમદ પટેલ રાજસભાની અગ્નિ પરીક્ષા સમી ચૂંટણીમાંથી આબાદ બહાર લાવનાર શક્તિસિંહ ગોહિલ હવે કોઇ અજાણ્યું નામ રહ્યું નથી. તેમાં પણ જ્યારથી શક્તિસિંહ ગોહિલ બેંગ્લોર ગયા અને ત્યાંથી પાછા રાજ્યસભાની ચૂંટણીમાં જોડાયા ત્યારે તેમનું નામ ખાલી એક રાજકીય નેતા તરીકે જ નહીં પણ એક રાષ્ટ્રીય નેતા તરીકે પણ જાણીતું થયું. ભરતસિંહ સોલંકી પછી શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના બીજી ક્ષેણીના મોટા નેતા છે. ખબરોનું માનીએ તો તેમનામાં ગુજરાતના સીએમ બનાવાનું સામર્થ્ય પણ છે અને તેમની તે ચાહ પણ છે. વળી આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગત વર્ષો કરતા વધુ સીટો મળવાની સંભાવના પણ રહેલી છે. નોંધનીય છે કે શક્તિસિંહ વકીલ અને પત્રકારત્વનું ભણ્યા છે. 57 વર્ષના ગોહિલ ગુજરાત સરકારમાં 2 વાર મંત્રી રહી ચૂક્યા છે અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પણ. હાલ તે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે. પણ રાજનીતિ શક્તિસિંહને વારસામાં મળી છે. ત્યારે કોણ છે શક્તિસિંહ ગોહિલ તે અંગે વધુ જાણો અહીં...

Shaktisinh Gohil

ભાવનગરી બાપુ

શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.

Gujarat Congress

આ પછી શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તે એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ. કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે જે સજાગ પણ છે અને સ્માર્ટ પણ. કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા કે જે બાપુ નામે જાણીતા હતા, તેમને રાજ્યસભાની ચૂંટણી વખતે આ નવા બાપુએ જ યોગ્ય જવાબ આપ્યો હતો.

English summary
political profile shakti singh gohil gujarat assembly election 2017
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X