
Gujarat Election: આદિવાસી પ્રભુત્વ ધરાવતી દાંતા બેઠકનું રાજકીય સમીકરણ
બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન બોર્ડરને અડીને આવેલી અને અરવલ્લીની પર્વતમાળાની તળેટીની બેઠક એટલે આ દાંતા વિધાનસભા બેઠક છે. દાંતા વિધાનસભા બેઠક સંપુર્ણ આદિવાસી પ્રભુત્વ ધરાવતી બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર બેઠક છે. આ બેઠક કોંગ્રેસના ગઢ સમાન ગણવામાં આવે છે. વર્ષોથી આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો રહ્યો છે. 2012થી આ બેઠક અનુ જનજાતિ આરક્ષિત બેઠક રહી છે.
દાંતા વિધાનસભા બેઠકમાં દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક પર કૂલ 2.57 લાખ મતદારો છે આવેલા છે. જેમાં, 1.32 લાખ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે જ્યારે, 1.25 લાખ સ્ત્રી મતદારો નોંધાયેલા છે. દાંતા બેઠકમાં કૂલ 304 બુથ મથકોનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દાંતા બેઠકના જ્ઞાતિવાદી સમિકરણની વાત કરવામાં આવે તો, આ બેઠક પર આદિવાસી મતદારોનું સંપુર્ણ પ્રભુત્વ રહેલું છે. જેમાં, એક લાખ જેટલા આદિવાસી મતદારો નોંધાયેલા છે. જ્યારે, 25 હજાર જેટલા ઠાકોર મતદારો, 15 મુસ્લિમ મતદારો જ્યારે ક્ષત્રિય મતદારો અને દલિત મતદારો પણ નિર્ણાયક સંખ્યામાં નોંધાયેલા છે.
જો 2012ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, આ બેઠક ભાજપ માટે કમનશીબ રહી છે. કોંગ્રેસના ઉમેદવારો જ ચૂંટાતા આવ્યા છે. 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાંતિ ખરાડી વિજેતા રહ્યા છે. ત્યારે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લાભુ પારઘીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે, કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડીને ત્રીજી વખત રીપિટ કર્યા છે. તો, આમ આદમી પાર્ટીમાંથી એમ. કે. લોંબડીયાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે, આ ત્રિકોણીય જંગમાં કોણ ફાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.