India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોળો ઉત્સવ-2015નો રંગારંગ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

|
Google Oneindia Gujarati News

હિમ્મતનગર, 18 ફેબ્રુઆરી: મુખ્‍યમંત્રી આનંદીબહેન પટેલે સાબરકાંઠામાં દર વર્ષે દિવાળી પર્વથી શિયાળાના સમય દરમિયાન પોળો ઉત્‍સવ યોજવાની નેમ વ્‍યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યું હતું કે, અરવલ્લીની ડુંગરમાળમાં હરિયાળી ટેકરીઓ અને આહ્‌લાદક પ્રાકૃતિક-ઐતિહાસિક વિરાસતનો આ અમૂલ્‍ય નજારો વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્‍દ્ર તરીકે વિકસે તેવો ધ્‍યેય પોળો ઉત્‍સવની ઉજવણીનો રાખ્‍યો છે.

મુખ્‍યમંત્રીએ મંગળવારે વિજયનગર તાલુકાના આભાપૂરમાં પોળો ઉત્‍સવ-2015નો પ્રારંભ કરાવ્‍યો હતો.

તેમણે ઉમેર્યું કે, રણોત્‍સવની વિશ્વ ખ્‍યાતિની પરિપાટીએ આ અકિંચન આદિજાતિ ક્ષેત્રમાં પોળોના જંગલો અને પૂરાત્‍વીય-ઐતિહાસિક ધરોહરને વિશ્વભરના પર્યટકો માટે અભ્‍યાસ-રોમાંચ-સાહસ અને પ્રકૃતિ દર્શનનું સ્‍થાન બને તે માટે પોળો ઉત્‍સવમાં ટેન્‍ટ સિટી, સાયકલીંગ ટ્રેકિંગ અને એડવેન્‍ચર સ્‍પોર્ટસના આધુનિક આયામો જિલ્લા પ્રશાસન અને રાજ્‍ય સરકાર હાથ ધરશે.

આનંદીબહેને ભારપૂર્વક જણાવ્‍યું કે, પોળો ઉત્‍સવથી આપણે સ્‍થાનિક આદિજાતિ કલા કારીગરો, પરંપરાગત દાગીના-સુશોભન ઉત્‍પાદક ગ્રામીણ પરિવારો અને મહિલા શક્‍તિને આર્થિક આધાર પોતાની બનાવટોનો આ ઉત્‍સવમાં વેચાણથી આપવો છે.

ગરીબી રેખા નીચે નિર્વાહ કરતા આવા ગ્રામીણ આદિજાતિ કુટુંબો પોળો ઉત્‍સવમાં વેચાણથી તથા રોજગારીથી આર્થિક સક્ષમ બને તેવો સ્‍વ પ્રયત્‍નોથી ગરીબાઇમાંથી બહાર આવે અને આવા ઉત્‍સવો થકી સરકાર તેને પ્રોત્‍સાહન આપે તેવી આપણી સમ્‍યક વિકાસ-ગ્રામીણ આર્થિક વિકાસની પ્રતિબધ્‍ધતા છે તેમ મુખ્‍યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્‍યમંત્રીએ આ ઉત્‍સવના પ્રારંભે આદિજાતિ પરિવારો માટે સુખ-સમૃધ્‍ધિના પગરણ સમા બહુવિધ સહાય વિતરણ પણ કર્યા હતા.

તેમણે સખી મંડળની ગ્રામ્‍યનારી શક્‍તિને સાયકલ વિતરણ સાથે બ્‍યૂટી પાર્લર કિટ અને કેમેરા કિટ વિતરણ કર્યા હતો. જંગલ જમીન ખેડતા વન બાંધવોને વન અધિકાર પત્ર વિતરણ તેમજ જિલ્લાની પ્રથમ મોડેલ આંગણવાડીના લોકાર્પણ કર્યો હતા.

આનંદીબહેને પોળોના ઐતિહાસિક-પુરાતત્‍વીય, પ્રાકૃતિક વૈભવ વિરાસતને પ્રસ્‍તુત કરતી ફિલ્‍મ સી.ડી.નું વિમોચન કર્યું હતું તથા સખી મંડળો દ્વારા ઉત્‍પાદિત ચીજ વસ્‍તુઓનું પ્રદર્શન-વેચાણ મેળો ખુલ્લો મૂક્‍યો હતો.

મુખ્‍યમંત્રીએ ગ્રામીણ આદિજાતિ કલા કારીગરો, પરિવારોની કૌશલ્‍યતાને નિખાર આપવા તથા દેશ-વિદેશના પ્રવાસીઓને આ પોળો ઉત્‍સવમાં ગ્રામીણ પરંપરાગત કલાત્‍મક ચીજવસ્‍તુઓ, એક જ સ્‍થળેથી મળી રહે તે માટે મોલ શોપિંગ જેવા આયોજનની પ્રેરણા આપી હતી.

આનંદીબહેને પોળો ઉત્‍સવ-2015ના નવતર સફળ આયોજન માટે જિલ્લા પ્રશાસનની પ્રસંશા કરી હતી. જિલ્લા કલેક્ટર બંછાનિધી પાનીએ પોળો ઉત્‍સવ-215ના આયોજનનો ઉદ્દેશ્‍ય સ્‍પષ્‍ટ કરતાં સ્‍વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા.

આ અવસરે સામાજિક ન્‍યાય અધિકારીતા મંત્રી રમણભાઇ વોરા, આરોગ્‍ય રાજ્‍ય મંત્રી શંકરભાઇ ચૌધરી, ગૃહ રાજ્‍ય મંત્રી રજનીભાઇ પટેલ, ધારાસભ્‍ય અશ્વિનભાઇ કોટવાલ તથા પદાધિકારીઓ, બોર્ડ નિગમોના અધ્‍યક્ષલ-પદાધિકારીઓ અને વિશાળ સંખ્‍યામાં ગ્રામીણ આદિજાતિ પરિવારો ઉપસ્‍થિત રહ્યા હતા.

English summary
Gujarat CM Anandiben Patel inaugurates ‘Polo Utsav’ at Sabarkantha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X