પોરબંદર : મિલકતને લઇ ભાઈએ ભાઈ પર ફાયરીંગ કર્યું

Subscribe to Oneindia News

પોરબંદર : પોરબંદમાં ફિશીંગ ઉદ્યોગક્ષેત્રેમાં મોટું નામ ધરાવતા ચમ પરિવારના બે પુત્રો વચ્ચે ઘણા લાંબા સમયથી મિલકતને લઈને ડખો ચાલી રહ્યો હતો. સુભાષનગર રોડ ઉપર આવેલ ચમ આઈસ કોલ્ડ સ્ટોરેજની ફેક્ટરીમાં રામજી કાનજી ચમ હાજર હતા તે સમયે તેમના મોટા ભાઈ પ્રેમજી કાનજી ચમ તેમજ પ્રેમજી માધવજી ચમ અને ગાંગા સામત ફેક્ટરી પર ધસી આવ્યા હતા. અને પ્રેમજી ચમે પોતાની લાયસન્સવાળી રીવોલ્વરમાંથી પોતાના નાના ભાઈ રમેશ ચમ ઉપર ફાયરીંગ કર્યું હતું.

probandar crime

ત્યારબાદ તેમણે હવામાં ફાયરીંગ શરૂ કરી દીધા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. પ્રેમજી ચમ દ્વારા કુલ 5 જેટલા રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથધરી હતી. અને પોલીસે પ્રેમજી ચમ અને પ્રેમજી માધવજી બન્નેની ધરપકડ કરી હતી. જ્યારે ગાંગા સામત ભાગી ગયો હતો. તેને પણ પોલીસ ઝડપી પાડવામાં સફળ રહી હતી. પોલીસે ત્રણે આરોપીઓ સામે ફરિયાદ નોંધી કોર્ટમાં રજુ કર્યા હતા અને કોર્ટે ત્રણે આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

English summary
Porbandar : Brother firing on his Brother for Property. Read here more.
Please Wait while comments are loading...