પોરબંદરમાં કાંધલ જાડેજા સામે વધુ એક ગુનો નોંધાયો
હજી બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીન ચર્ચામાં આવેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે તોડફોડ કર્યાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, કાંધલ જાડેજા અને તેમના સાગરિતોએ રાણાવાવ પાલીકાના પૂર્વ પ્રમુખ સામત ઓડેદરાના પેટ્રોલ પંપ પર તોડફોડ કર્યાનો આક્ષેપ થયો છે.
નોંધનીય છે કે, પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં પણ આ તોડફોડની ઘટના કેદ થઇ છે. બે દિવસ અગાઉ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પણ કાંધલ જાડેજાએ કરેલી બબાલ અને તોડફોડનો આરોપ લાગ્યો હતો. જેમાં કાંધલની ધરપકડ બાદ જામીન મળ્યા હતા. જો કે બે દિવસ બાદ તુરંત જ કાંધલ જાડેજાએ પેટ્રોલપંપ પર તોડફોટ કરતા પોલીસ તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બે દિવસ અગાઉ કાંધલ જાડેજાએ પોલીસ સ્ટેશનનમાં હોબાળો મચાવીને તોડફોડ કરી હતી. જેમાં આ ચૂંટણીમાં કાંધલ જાડેજા અને સામત ગોગનના મેર જૂથ વચ્ચે આંતરીક મતભેદો થતા કાંધલ જાડેજા સહીતના ટોળાએ રાણાવાવ બસ સ્ટેન્ડ નજીક સામતભાઇને આંતરતા મામલો વકર્યો હતો.