For Quick Alerts
For Daily Alerts
અમદાવાદમાં "બર્ડ ફ્લૂ"નો ભય ફેલાયો, તંત્ર થયું સાબદું
નોંધનીય છે કે ભારતભરમાં બર્ડ ફ્લૂ જ્યાં ફરી માથુ ઊંચક્યું છે ત્યા જ ગુજરાતમાં પણ કેટલાક મરધાના રિપોર્ટ પોઝિટવ આવતા તંત્ર સાબદૂ થયું છે. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં પણ આ માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અને જરૂરી દવાઓની તાજવીજ પણ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે વસ્ત્રાલ પાસેથી કેટલાક મરધાના રિપોર્ટ પોઝિટલ આવ્યા છે. વળી ન્યૂ યર માટે ખાસ બહારથી મરધા અને અન્ય પક્ષીઓ ગુજરાત લાવવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક પક્ષીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જે બાદ તંત્ર દ્વારા વિવિધ ફાર્મમાં આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અને આવા બર્ડ ફ્લૂ વાળા પક્ષીઓનો નાશ પણ કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને આ રોગનો ફેલાવો થતો અટકાવી શકાય.