For Daily Alerts
ઇશરત કેસમાં પીપી પાંડેની અરજી નકારી કાઢી
અમદાવાદ, 1 જૂલાઇ: ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટર કેસમાં એડીજીપી પીપી પાંડેની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી કાઢી છે. પીપી પાંડે પર સીબીઆઇની એફઆરઆઇ યથાવત રહેશે. આ કેસમાં ચાર જૂલાઇ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે એડીજીપી પીપી પાંડેની ત અરજીને નકારી કાઢી છે જેમાં તેમને ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટરમાં પોતાની વિરૂદ્ધ દાખલ ફરિયાદને રદ કરવાની માંગણી કરી હતી.
ઇશરત જહાં તથા અન્ય બનાવટી એન્કાઉન્ટરની તપાસ કરનાર સીબીઆઇ દ્વારા ચાર જૂલાઇના રોજ રજૂ કરતાં પહેલાં આરોપ પત્રમાં આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમારનું નામ હશે નહી. એજન્સી આ કેસમાં કાવતરું ઘડવામાં જોડાયેલા આયામોની તપાસ માટે કોર્ટ પાસે સમય માંગશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે 15 જૂન 2004ના રોજ એન્કાઉન્ટરમાં ઇશરત, જાવેદ શેખ ઉર્ફે પરનેશ પિલ્લે, અમજદઅલી અકબરાલી રાણા અને જીશાન જૌહર મૃત્યું પામ્યાં હતા ત્યારે પીપી પાંડે ક્રાઇમ બ્રાંચનું નેતૃત્વ કરી રહ્યાં હતા.