For Quick Alerts
For Daily Alerts
ATSની મળી મોટી સફળતા, થાઇલેન્ડથી પકડ્યો ચંદ્રેશ પટેલને
ગુજરાતની ATS ટીમે થાઇલેન્ડ પહોંચીને આણંદના કોર્પેરેટર પ્રજ્ઞેશ પટેલ પર હુમલો કરનાર મુખ્ય આરોપી ચંદ્રેશ પટેલને પકડી પાડ્યો છે. શુક્રવારે એટીએસની ટીમ ચંદ્રેશને અમદાવાદ લાવી હતી. ચંદ્રેશે અંગત અદાવત રાખીને રવી પુજારીના સાગરીત સુરેશ અન્નાને સોપારી આપીને પ્રજ્ઞેશ પટેલ પર જીવલેણ હુમલો કરાવ્યો હતો.
નોંધનીય છે કે પ્રજ્ઞેશ પટેલ અપક્ષના ઉમેદવાર હતા અને ચંદ્રેશની માતા ભાજપના પણ ચૂંટણીમાં માતાના હાર્યા બાદ તેમણે આ હુમલો કરાવ્યો હતો. જો કે ધોળા દિવસે થયેલા આ હુમલામાં સીસીટીવી કેમેરામાં સમગ્ર ધટનાક્રમ કેદ થતા પોલીસે આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરી હતી. અને તેમાંથી જ ચંદ્રેશનું નામ મુખ્ય આરોપી તરીકે બહાર આવ્યું હતું. જો કે હુમલા પછી ચંદ્રેશ થાઇલેન્ડ ભાગી ગયો હતો. જેના પગલે પોલીસે તેની થાઇલેન્ડની હોટલમાંથી પકડી પાડ્યો હતો.