For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂજય પ્રમુખ સ્વામી મહારાજની "છેલ્લી ઇચ્છા" પૂર્ણ થશે આ રીતે, વાંચો

|
Google Oneindia Gujarati News

પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજનો અંતિમ સંસ્કાર 17મી ઓગસ્ટના રોજ સંપૂર્ણ હિંદુ વૈદિક વિધાન સાથે સાળંગપુર ખાતે કરવામાં આવશે. સ્વાજીની ઇચ્છા હતી કે તેમનો પાર્થિવ દેહ અગ્નિમાં વિલિન થાય ત્યારે તેમના ગુરુજી અને પ્રભુની તેમના સમીપ હોય. માટે જ સ્વામીબાપાને સાળંગપુર મંદિર ખાતે મુખ્ય મંદિરની સામે તથા ગુરૂ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરની સામે જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નોંધનીય છે કે 17મીએ બપોરે ત્રણ વાગે પ્રમુખ સ્વામીજીની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રિય અમિત શાહ સમેત અનેક જાણીતી હસ્તીઓ પણ હાજર રહેવાની છે. ત્યારે મહાપુરુષ તેવા પ્રમુખ સ્વામીની આ છેલ્લી વિધિ કેવી રહેશે? તેમને કોણ મુખાગ્નિ આપશે. કેવી રીતે તેમની આ અંતિમ વિધિ કરવામાં આવશે અને સ્વામિનારાયણના કયા સાધુઓ આ પ્રસંગના સાક્ષી બનશે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

17મીએ દર્શન બંધ

17મીએ દર્શન બંધ

17મીના રોજ બપોરે 3 વાગે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. તે પહેલા શ્રદ્ઘાળુઓ માટે દર્શન બંધ કરવામાં આવશે.

સ્વામીજીની અંતિમ ઇચ્છા પૂર્ણ

સ્વામીજીની અંતિમ ઇચ્છા પૂર્ણ

ગુરુજી અને સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીમાં મને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવે; તેવી ઈચ્છા પ્રમુખ સ્વામી મહારાજે હયાતીમાં જ વ્યક્ત કરી હતી.

ગોળાકાર સ્થળ

ગોળાકાર સ્થળ

સાળંગપુર સ્થિત મંદિરના પરિસરમાં શાસ્ત્રીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજના નશ્વરદેહના અંતિમ સંસ્કાર કરાશે. બન્ને મંદિરોની વચ્ચે આવેલા એક ગોળાકાર પરિસરમાં આ વિધિ કરવામાં આવશે.

વૈદિક પરંપરા

વૈદિક પરંપરા

હિન્દુ પરંપરા પ્રમાણે સંપૂર્ણ વિધિ થશે. અંતિમ સંસ્કાર વખતે સૌથી પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે, ત્યારબાદ પૂજા કરવામાં આવશે. ત્યાર બાદ પ્રમુખસ્વામીના પાર્થિવ દેહની પંચામૃત સ્નાન વિધિ કરવામાં આવશે ત્યાર બાદ ફરી શુદ્ઘ પાણીથી સ્નાન કરાવી ભગવું વસ્ત્ર પહેરાવવામાં આવશે.

સંતો કરાવશે સ્થાન

સંતો કરાવશે સ્થાન

આ દરમ્યાન દરેક સંતો બાપાજીને સ્નાન કરાવશે અથવા મુખ્ય સંત આ વિધિ કરશે અને અન્ય સંતો ચરણસ્પર્શ કરીને દર્શન કરશે.

આરતી

આરતી

ત્યાર બાદ બાપાને ગંગા જળ પીવડાવવામાં આવશે. અને સંતો દ્વારા આરતી ઉતારવામાં આવશે, ભક્તો દ્વારા પ્રદક્ષિણા કર્યા બાદ ત્યાર બાદ ચંદનના કાષ્ઠ ઉપર અગ્નિદાહ આપવામાં આવશે.

કયા સંતો રહેશે હાજર?

કયા સંતો રહેશે હાજર?

મોટા ભાગે વડા મહંત સ્વામી ડોક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી જેવા મોટેરા સંતો દ્વારા સંતો દ્વારા મુખાગ્નિ આપવામાં આવશે.

English summary
pramukh swami last wish is completed like this. read more here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X