રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત, 24 માર્ચે કરશે દ્વારકાધીશના દર્શન, પોલિસ તંત્ર એલર્ટ
અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 25 માર્ચે INS વાલસુરા નેવી મથકની મુલાકાતે રાષ્ટ્રપતિ આવવાના છે ત્યારે 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેના માટે પોલિસ તંત્રને રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દ્વારકાધીશની મુલાકાતને પગલે પોલિસ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. જિલ્લા પોલિસ વડા સુનિલ જોશી દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે તૈનાત અધિકારીઓને જરુરી સૂચન પણ આપ્યા હતા. મંદિરમાં રાષ્ટ્રપતિની સુરક્ષા બાબતે પોલિસ વડાએ સમીક્ષા પણ કરી હતી. દેવસ્થાન સમિતિની બેઠકમાં કલેક્ટર મુકેશ પંડ્યા અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે ભાવનગર બાદ હવે જામનગરના મહેમાન પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે. આગામી 25 માર્ચના રોજ INS વાલસુરા નેવી મથકની મુલાકાત રાષ્ટ્રપતિ લેશે. ત્યારે નેવી અને મહાનગરપાલિકા તંત્ર તૈયારીઓમાં લાગી ગયુ છે.