• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રવાસી ભારતીય સમ્મેલનમાં મોદીએ રજૂ કર્યો 100નો સિક્કો

|

ગાંધીનગર, 8 જાન્યુઆરી: ગુજરાતના ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100નો સિક્કો રજૂ કર્યો. આ સિક્કાની એક બાજુ મહાત્મા ગાંધીની જવાનીની તસવીર છે અને બીજી તરફ વૃદ્ધ રાષ્ટ્રપિતાની.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દુનિયાના 200થી પણ વધારે દેશોમાં ભારતીયો વસેલા છે અને પ્રવાસીઓના કારણે ભારતને વૈશ્વિક ઓળખાણ મળી છે. તેમણે જણાવ્યું કે પહેલા પોતાની જાતને સાબિત કરવા માટે આપણા પૂર્વજોએ દેશ છોડીને બહાર જવું પડતું હતું, પરંતુ હવે પોતાના દેશમાં જ અઢળક તકો રહેલી છે.

modi
અમે વચનોનું પાલન કર્યું છે

વડાપ્રધાને જણાવ્યું કે અમે અમારા તમામ વચનોનું પાલન કર્યું છે. ડીઆઇઓએ કાર્ડ હોલ્ડરની સમસ્યાને સમાપ્ત કરી દીધી. સાથે જ ડીઆઇઓએ કાર્ડ હોલ્ડર્સને ભારત આવવા પર દરેક અઠવાડીએ પોલીસ સ્ટેશનમાં જવાની પણ જરૂરીયાત નથી. વડાપ્રધાને જણાવ્યું કે પ્રવાસી ભારતીય સાથે મેળમેળાપ અપેક્ષાઓ માટે નથી પરંતુ હળી-મળીને સુખ-દુ:ખની વહેંચણી કરવી અમારો ઉદ્દેશ્ય છે.

modi
મહાત્મા ગાંધીને કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે મહાત્મા ગાંધીને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોથી આજે પણ વિશ્વ પ્રેરણા મળે છે. વિદેશોમાં પણ ગાંધીની પ્રતિમાઓ લાગેલી છે. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ વિદેશથી પાછા ફરતી વખતે ભારતની સેવા કરી.

modi
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે માન્યતા

પ્રવાસી ભારતીયોને પણ એટલી જ પીડા થાય છે જેટલી ભારતમાં રહેનારા કોઇપણ ભારતીયને થાય છે. તેમણે જણાવ્યું કે અમારા દેશ માટે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે યોગ દિવસને મનાવવા માટે યૂએનમાં 193માંથી 177 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું

modi
આ પહેલા બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેમના સ્વાગત માટે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા.

મોદીના ભાષણનો વીડિયો જોવા માટે પ્રિવિયસ બટન પર ક્લિક કરો...

English summary
Prime minister launched 100 Rs coin in Pravasi Bhartiya Divas.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more