For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના શાસનમાં આર્થિક-સામાજિક ક્ષેત્રે સંતુલિત વિકાસના પુરાવા

|
Google Oneindia Gujarati News

ગુજરાત અને નરેન્દ્ર મોદીની વાત આવે એટલે વિકાસનો મુદ્દો અવશ્ય ચર્ચામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં નરેન્દ્ર મોદીની સરકારે જે વિકાસ કર્યો છે તેને અસંતુલિત અને ઉદ્યોગકારો તરફી કર્યો હોવાના આક્ષેપો અવારનવાર મૂકવામાં આવ્યા છે. રાજ્યની વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આક્ષેપો મૂક્યા છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો જ વિકાસ વિચાર્યો છે. આ દાવાઓને પોકળ સાબિત કરતી ગુજરાતની સરકારી યોજનાઓ જ કહી આપે છે કે ગુજરાતમાં સામાજિક વિકાસની દિશામાં કેટલું બધું કાર્ય થયું છે અને તેનાથી રાજ્યનો સંતુલિત વિકાસ સાધવામાં કેવી રીતે સફળતા મળી છે. આ રહ્યા તેના વર્ષવાર પુરાવા...

વિરોધીઓની બોલતી થઇ બંધ

વિરોધીઓની બોલતી થઇ બંધ

ગુજરાતના વિકાસની ઇર્ષા કરનારાઓ અને નરેન્દ્ર મોદીના વિરોધીઓ ગુજરાતના વિકાસને રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ઓછો ગણાવે છે. ગુજરાતમાં વિકાસની વાત આવે એટલે ઔદ્યોગિક વિકાસને જ મહત્વ આપવામાં આવે છે અને સામાજિક તથા સ્વાસ્થ્ય ક્ષેત્રની અવગણના કરવામાં આવે છે એવા આરોપો મૂકવામાં આવે છે. હકીકત સાવ જુદી છે. ગુજરાત સરકાર ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક વિકાસની દિશામાં કામ કરી રાજ્યનો સંતુલિત વિકાસ થાય એવા પ્રયત્નો આજથી નહીં છેલ્લા એક દાયકાથી વધારે સમયથી કરી રહી છે.

સંતુલિત વિકાસ માટે આ રહી યોજનાઓ

સંતુલિત વિકાસ માટે આ રહી યોજનાઓ

આ તમામ દાવાઓને પોકળ બનાવતા પુરાવા ખુદ મોદી સરકારે અમલમાં મૂકેલી સામાજિક વિકાસ અને સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓ છે. નોંધનીય બાબત છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં આવ્યા બાદ સરકારે દર વર્ષે એક નવી યોજના શરૂ કરી છે જે બે, ત્રણ કે પાંચ વર્ષ માટે ચાલુ રાખવાને બદલે કાયમી ધોરણે શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં સંતુલિત વિકાસ થયો છે તેની સાબિતી આ યોજનાઓ આપે છે. કયા વર્ષે કઇ યોજના શરૂ કરવામાં આવી તે આવો જાણીએ...

2001 - ગુજરાત ભૂકંપ પુનર્વસન અને પુનર્નિર્માણ કાર્યક્રમ

ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001માં આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી તારાજીમાંથી રાજ્યને બેઠું કરવા માટે 'ગુજરાત ભૂકંપ પુનર્વસન અને પુનર્નિર્માણ કાર્યક્રમ' તૈયાર કરવામાં આવ્યો. ભૂકંપ બાદ 500 આફ્ટર શોક્સ નોંધાયા હતા. એક અહેવાલ પ્રમાણે આફતમાં અંદાજે 13,800 લોકો માર્યા ગયા હતા અને 1,67,000 લોકો ઘાયલ થયા હતા. અંદાજે 12 લાખ મકાનો નાશ પામ્યા કે નુકસાન પામ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 10,600 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને લોકોને સામાજિક અને આર્થિક બંને રીતે બેઠા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. જેમાં આવાસ નિર્માણ, ભોતિક માળખું તૈયાર કરવું, સામાજિક માળખું તૈયાર કરવું જેમ કે સ્વાસ્થ્ય અને શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવી, શહેરી પુન:નિર્માણ, આજીવિકાની વ્યવસ્થા, સામાજિક પુનર્વસન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

2002 - વાસ્મો - WASMO

2002 - વાસ્મો - WASMO

ગુજરાત સરકારે વર્ષ 2002માં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (WASMO)ની સ્થાપના કરી. જેનો મુખ્ય હેતુ સામુદાયિક સ્તરે પાવાની પાણીના ક્ષેત્રમાં પાયાગત સુધાર અને જાગૃતિ લાવી શકાય. આ સાથે ગ્રામીણ ગુજરાતમાં પીવાની પાણીનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે.

ગુજરાતના વિકાસની વાર્તા કહે છે આ સૂચકાંકો

હવે ગુજરાતે આ સૂચકાંકોમાં નંબર વન બનવાનું છે

2003 - જ્યોતિગ્રામ યોજના

2003 - જ્યોતિગ્રામ યોજના

ગુજરાત સરકારે વર્ષ 2003માં ગુજરાતના ગામડાંમાં 24 કલાક થ્રી ફેઝ ગુણવત્તાયુક્ત વીજળી પુરવઠો મળે તેવા હેતુથી આ યોજના શરૂ કરી હતી. આ સાથે ખેડૂતોને પણ ખાસ ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મર્સ મારફતે ખેતી માટે વીજળી પૂરી પાડવાનો હેતુ હતો. વર્ષ 2006માં ભારતા રાષ્ટ્રપતિએ આ યોજના દેશને સમર્પિત કરી હતી. જ્યારે 12મી પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે ગુજરાતની આ યોજનાને ફ્લેગશિપ યોજના બનાવી હતી. આ યોજના પાછળ કુલ 1290 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાંથી રૂપિયા 1115 કરોડનો ખર્ચ ગુજરાત સરકારે કર્યો છે.

નોંધનીય છે કે આ જ વર્ષે આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાજ્યના વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

2004 - શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્ર્મ

ગુજરાતમાં ગરીબ અને ગ્રામીણ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને બધાને શિક્ષણનો હક્ક મળી રહે તે હેતુથી વર્ષ 2004માં ગુજરાત સરકારે વાર્ષિક ધોરણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સનો કાર્યક્રમ યોજવાનો શરૂ કર્યો હતો. વર્ષ 2003-04માં ધોરણ 1થી 5માં અભ્યાસ છોડી દેવાનું પ્રમાણ (ડ્રોપ આઉટ રેટ) 17.83 ટકા હતો. એક દાયકાના પ્રયત્નો બાદ એટલે કે વર્ષ 2012-13માં ઘટીને 2.04 ટકા રહી ગયો હતો. ધોરણ 1થી 7માં ડ્રોપ આઉટ દર વર્ષ 2003-04માં 33.73 ટકા હતો જે 2012-13માં ઘટીને 7.08 ટકા પર આવી ગયો હતો. આ ઉપરાંત કન્યા કેળવણી અભિયાનને કારણે રાજ્યમાં શિક્ષિત મહિલાઓનું પ્રમાણ 57.80 ટકાથી વધીને એક દાયકામાં 70.73 થયું છે.

2005 - કૃષિ મહોત્સવ અને ચિરંજીવી યોજના

2005 - કૃષિ મહોત્સવ અને ચિરંજીવી યોજના

ગુજરાત સરકારે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ 5 પ્રસુતાનું સ્વાસ્થ્ય સુધારવું અને મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ 6 માતા મૃત્યુદર ઘટાડવાના પડકારને સ્વીકારીને તેને માટે ચિરંજીવી યોજના શરૂ કરી હતી. આ યોજના પીપીપી મોડેલ હેઠળ શરૂ કરવામાં આવી જેનો મુખ્ય હેતુ સલામત પ્રસુતિ કરાવવાનો હતો.

રાજ્ય સરકારે કૃષિ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્યના તમામ 18000 ગામડાઓમાં કૃષિ રથ ફરે અને ખેડૂતોની ખેતીને સંબંધિત સમસ્યાઓ ઉકેલે, તેમને જરૂરી ઓજારો અને ટેકનોલોજીની સમજ આપે, નવી ખેતી પદ્ધતિ અંગે જ્ઞાન આપે વગેરે સેવાઓ શરૂ કરી હતી.

2006 - નારી ગૌરવ નીતિ

2006 - નારી ગૌરવ નીતિ

ગુજરાતે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જેન્ડર રિસોર્સ સેન્ટરના સહયોગથી નારી ગોરવ નીતિ તૈયાર કરી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં જાતિ સમાનતા લાવવાનો હતો. જેમાં રાજ્યમાં ઘટતા સ્ત્રી જાતિ દર અને સ્ત્રીઓમાં કુપોષણ સામે જાગૃતિ લાવવાનો હતો. જેમાં સ્ત્રીનો સર્વાંગી વિકાસ કરીને તેને સશક્ત બનાવવાની યોજના હતી.

2007 - 108 એમ્બયુલન્સ સેવા

2007 - 108 એમ્બયુલન્સ સેવા

ગુજરાતમાં પીપીપી મોડેલ હેઠળ ગુજરાત સરકારે જીવીકે ઇએમઆરઆઇ (Emergency Management and Research Institute) સાથે મળીને 29 ઓગસ્ટ 2007માં 108 ઇમર્જન્સી સેવાનો આરંભ કર્યો હતો. યોજનાના પ્રારંભે કઠવાડામાં હાઇટેક ઇમર્જન્સી મેનેજમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેમાં 2600 તાલીમ પામેલો સ્ટાફ અને 506 હાઇ ટેક એમ્બ્યુલન્સ મૂકવામાં આવી હતી. એક જ મહિનામાં આ સેવાએ 70,000થી વધારે કોલ એટેન્ડ કર્યા હતા. આ સેવા કોઇ પણ અકસ્માતમાં ઘાયલ કે દર્દીને તત્કાળ પ્રાથમિક સારવાર મળે અને તેનો જીવ બચાવી શકાય તેવા હેતુથી શરૂ કરવામાં આવી હતી. આ સેવામાં 99.99 ટકા કોલ 3 સેકન્ડમાં રિસીવ કરવામાં આવે છે.

2008 - નિરોગી બાળ વર્ષ

2008 - નિરોગી બાળ વર્ષ

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં 2 એપ્રિલ, 2008ના રોજ નિરોગી બાળ વર્ષનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે "દરેક બાળક નિરોગી રહી તેની સંપૂર્ણ શક્તિ સાથે ખીલે એવો અમારો હેતુ છે." આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંને નિરોગી અને સ્વસ્થ રહે તે માટે યોગ્ય પ્રયત્ન કરવાની સાથે યોગ્ય પોષણયુક્ત આહારની આપૂર્તિનો હતો. આ સાથે કન્યા ભ્રૂણ હત્યાને અટકાવી જાતિ સમાનતાની જાગૃતિ લોકોમાં ફેલાવવાનો હતો.

2009 - ગરીબ કલ્યાણ મેળા

2009 - ગરીબ કલ્યાણ મેળા

ગુજરાત સરકારે ગરીબો અને વંચિતો માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત 2009માં કરી હતી. દરેક જિલ્લામાં યોજાતા ગરીબ કલ્યાણ મેળામાં અત્યાર વર્ષ 2012 સુધીમાં 10,000 કરોડ રૂપિયાથી વધુના લાભોનું વિતરણ 70 લાખ ગરીબોને કરવામાં આવ્યું છે. આ માટે 65 જેટલી વિવિધ યોજનાઓ છે. જે અંતર્ગત બીપીએલ કુટુંબો, મહિલાઓ, એસસી કે એસટી કુટુંબો, વિદ્યાર્થીઓ, અપંગોને રહેવાની જગ્યા, મકાનો, વેપારની સામગ્રી, વિધવા પેન્શન, વિદ્યા સહાય અને ટ્રાયસિકલ જેવી વસ્તુઓના લાભ આપવામાં આવે છે.

2010 - મિશન મંગલમ

2010 - મિશન મંગલમ

ગરીબો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આજીવિકા મળી રહે અને તેમનું કલ્યાણ થાય તેવા શુભ આશય સાથે ગુજરાત સરકારે વર્ષ 2010માં મિશન મંગલમનો આરંભ કર્યો. આ કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓના સંકલનથી ગરીબી દૂર કરવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાય છે અને તે માટે અનેક યોજના શરૂ કરવામાં આવી છે. આ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપને પ્રોત્સાહન આપવાની સાથે સ્વરોજગાર શરૂ કરવા ઇચ્છતા લોકોને મદદ કરવામાં આવે છે.

હવે ગુજરાતે આ સૂચકાંકોમાં બનવાનું છે નંબર વન

2011 - આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો (ATVT)

આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો હેઠળ દરેક ગામની પંચાયતને ઇગ્રામ વેબસાઇટ સાથે જોડવામાં આવી છે. આ વેબસાઇટ પર તમામ નવી માહિતી મુકવામાં આવે છે. લોકો તેના પર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે. આ અંતર્ગત 26 જિલ્લાની 255 તાલુકા પંચાયતોને જોડવામાં આવી છે અને લોકોને સશક્ત બનાવવાનો પ્રયાસ કરાયો છે.

2012 - મા (મુખ્યમંત્રી અમૃતમ - MA) યોજના

મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ગંભીર બિમારીઓ જેવી કે હ્યદય, મગજ, કીડની, બર્ન્સ, કેન્સર, ગંભીર ઇજાઓ, નવજાત શિશુના રોગોની સારવાર માટે બીપીએલ કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ રૂપિયા 2 લાખની કેશ લેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યના 26 જીલ્લાના બીપીએલ કુટુમ્બોને લાભ આપવામાં આવશે. આ માટે સરકારે અંદાજપત્રમાં રૂપિયા 200 કરોડની જોગવાઇ કરી છે. આ યોજનાનો અમલ રાજ્યની 20 ખાનગી અને 19 સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે.

2013 - સસ્તા દરના મકાનોની યોજના

2013 - સસ્તા દરના મકાનોની યોજના

ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન કરેલા સસ્તા દરના મકાનો ઉપલબ્ધ કરાવવાના વાયદાના અમલીકરણ માટે રાજ્યના કેબિનેટમાં મુખ્યમંત્રી આવાસ સમૃદ્ધિ યોજના હેઠળ ઓછી આવકવાળા જૂથ (લોઅર ઇન્કમ ગ્રુપ) માટે સસ્તા દરના મકાનોની ચાર યોજનાને મંજૂરી આપી દીધી છે. સરકાર પીપીપી મોડેલ અતર્ગત આવનારા 5 વર્ષમાં રાજ્યના 28 લાખ શહેરી ગરીબોને સસ્તા દરના મકાનો ઉપલબ્ધ કરાવશે.

English summary
Proof of balanced development in Economic and Social sector in Modi Government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X