ફિલ્મ 'પીકે'ને લઇને અમદાવાદના થિયેટરોમાં તોડફોડ
અમદાવાદ, 29 ડિસેમ્બર: આમીર ખાનની ફિલ્મ 'પીકે'નો વિરોધ હિંસક બની ગયો છે. અમદાવાદ અને ભોપાલમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ હિંસક પ્રદર્શન કર્યું. અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત સિટી ગોલ્ડ, સિનેમેક્સ અને શિવ સહિત અનેક સિનેમાઘરોમાં તોડફોડ કરવામાં આવી છે. ભોપાલમાં પણ એક સિનેમાઘરમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ઘૂસવાનો પ્રયત્ન કર્યો. પોલીસે તેમને અટકાવી દિધા હતા, યૂપી, છત્તીસગઢ, સહિત અનેક રાજ્યોના અલગ-અલગ શહેરોમાં પણ પ્રદર્શન કર્યું છે.
ભલે આમિર ખાનની લેટેસ્ટ રિલીજ ફિલ્મ 'પીકે' બોક્સઑફિસ પર 200 કરોડ કમાઇ ચૂકી છે પરંતુ આ ફિલ્મને લઇને આખા દેશમાં વિરોધ ખૂબ વધી રહ્યો છે. રવિવારે જ્યાં યોગ ગુરૂ બાબા રામદેવનું નામ પણ આ વિરોધમાં જોડાઇ ગયું છે તો બીજી તરફ આજે સોમવારે અમદાવાદમાં આ ફિલ્મને લઇને સિનેમાઘરોમાં તોડતોફ થઇ છે. તોડફોડના કરનાર બજરંગદળના જ કાર્યકર્તા છે.
કહેવામાં આવી રહ્યું છે કે વિહિપ એટલા માટે આ ફિલ્મનો વિરોધ કરી રહી નથી કારણ કે ફિલ્મમાં ધર્મ, ભગવાન અને તેને માનનારાઓની ખૂબ મજાક ઉડાવવામાં આવી છે. લોકોએ ફિલ્મમાંથી સીન કાપવા માટે કહ્યું હતું પરંતુ સેંસર બોર્ડે ફિલ્મમાંથી કોઇપણ સીન કાપવાની મનાઇ કરી દિધી છે. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા લોકોએ હિંસક વલણ અપનાવતાં તોડફોડ શરૂ કરી દિધી છે. જો કે પોલીસે કાર્યકર્તાઓને પોતાના કબજામાં લઇ લીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિનોદ ચોપડા ફિલ્મ્સ અને રાજકુમાર હિરાની ફિલ્મ્સની 'પીકે' 19 ડિસેમ્બરના રોજ રિલીજ થઇ. રિલીજ બાદ અહીં બોક્સ ઑફિસ પર ધમાલ મચી રહી છે. 'પીકે'એ શનિવારે 17.12 કરોડ રૂપિયા કમાઇ લીધા છે અને અહીં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોરદાર વેપાર કરી રહી છે. ફિલ્મમાં આખિર ખાન, અનુષ્કા શર્મા, સુશાંત સિંહ રાજપૂત અને સંજયદત્ત પણ છે.
વિરોધ કેમ
બજરંગ દળ સહિત ઘણા હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે 'પીકે' હિન્દુ ધર્મના વિશે ખોટી વાતો પ્રચારિત કરે છે. સંગઠનો અનુસાર 'પીકે'માં ભગવાન શિવનું અપમાન કરવામાં આવ્યું છે. ફિલ્મના એક દ્રશ્યમાં ભગવાન પર દૂધ ચઢાવવાના મુદ્દાને મજાક બનાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે દૂધનો બગાડ થાય છે અને આ દૂધ ગરીબ અને જરૂરીયાતમંદો વચ્ચે વહેંચાવવું જોઇએ.
સીન હટાવવાની સેંસર બોર્ડે ના પાડી
આમિર ખાનની ફિલ્મ 'પીકે'માંથી કોઇ સીન હટાવવામાં નહી આવે. સેંસર બોર્ડની અધ્યક્ષ લીલા સૈમસને ફિલ્મ પર પાબંધીની હિન્દુ સંગઠનોની માંગ વચ્ચે આ સ્પષ્ટ કરી દિધું છે. સૈમસને કહ્યું, 'ફિલ્મને રિલીજ કરવામાં આવી છે. દરેક ફિલ્મ કોઇને કોઇ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. અમે સીન હટાવીને કોઇની રચનાત્મકતાને ખતમ ન કરી શકીએ.'