PSI ભરતીનો વિવાદ વકર્યો, હાઇકોર્ટ પહોંચ્યા જનરલ કેટેગરીના ઉમેદવાર
અમદાવાદ: PSI ભરતીનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાનું પાલન થયુ નથી. તેમાં પુરતા ઉમેદવારોને મેરિટમાં સ્થાન ન મળ્યાની ફરિયાદ કરવામાં આવી છે. તથા નિયમોનું પાલન નહીં થયું હોવાનું કોર્ટમાં ફરિયાદ કરાઇ છે. તેમજ કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવવા માંગ કરાઇ છે.
જેમાં જનરલ કેટેગરીની બેઠક ઓછી કરી દેવાઈ હોવાની ફરિયાદ છે. ભરતી બોર્ડને 11 મેના રોજ જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ છે. રાજ્યમાં જાહેર થયેલ PSI ભરતીના પરિણામનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. જેમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહિ થયું હોવાની કોર્ટમાં ફરિયાદ થઇ છે. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, એવી પણ ફરિયાદ થઇ છે.
અન્ય એક અરજીમાં જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ હોવાની પણ ફરિયાદ કરાઇ છે. તથા પી.એસ.આઈ.ભરતીમાં એક્સ આર્મીમેનને ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે પણ અરજી થઇ છે. આ તમામ અરજીઓમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર તેમજ ભરતી બોર્ડને અરજન્ટ નોટિસ ઈશ્યુ કરી છે. તેમાં 11 મેના રોજ જવાબ રજૂ કરવા કોર્ટનો હુકમ છે.
GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST,SC,OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ એવી રજુઆત થઇ છે. પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં મેરીટ વાળા અનામત કેટેગરીના ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં માઈગ્રેશન ના થઇ શકે, માત્ર મેઈન પરિક્ષામાં જ આ નિયમ લાગુ પડી શકે એવી પણ રજુઆત કરાઇ છે.