• search

RJ કુણાલની પત્નીએ કરી આત્મહત્યા, જાણો શું હતો મામલો

અમદાવાદમાં રહેતા જાણીતા રેડિયો જોકી કુણાલ દેસાઇની પત્ની કે જેની જોડે કૃણાલે લગભગ 2 મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા. તેણે 10 માળની એક બિલ્ડિંગની કૂદીને આત્મહત્યા કરી લીધી છે. કૃણાલની પત્ની ભૂમિ પાંચલે મરતા પહેલા ત્રણ લોકોને મેસેજ કર્યો હતો "'SUCIDE AT SACHIN TOWER'' નોંધનીય છે કે સચિન ટાવર ભૂમિ અને કૃણાલનું ઘર નથી. વળી ભૂમિના પરિવારજનો આને આત્મહત્યા નહીં હત્યા કહી રહ્યા છે.

RJ કૃણાલએ ના આપી ભૂમિની અંતિમવિધિમાં હાજરી, થયા નવા ખુલાસા

 

પ્રાપ્ત જાણકારી મુજબ બે વાગે ભૂમિ પંચાલ સચિન ટાવરના 10માં માળે પહોંચી. આ વિસ્તાર અમદાવાદના શ્યામલ વિસ્તારમાં છે. તે પહેલા ભૂમિ તેના એક મિત્રને મળી હતી તેની જોડે કેફે કોફી ડેમાં કોફી પીધી વાતો કરી અને પછી તે છૂટા પડ્યા.

થોડી વાર બાદ જ આ મિત્ર, ભૂમિના પતિ કૃણાલ અને એક અન્ય વ્યક્તિને એક મેસેજ આવી છે કે તે આત્મહત્યા કરી રહી છે. ત્યારે એક જાણીતા કેમેડિયન આર જે, જે દુનિયાભરના લોકોને હસાવતો હતો અને જેણે બે મહિના પહેલા જ ભૂમિ જોડે લવ મેરેજ કર્યા હતા ત્યારે તેવું તો શું થયું કે બે મહિનામાં જ ભૂમિએ આવું ગંભીર પગલું લીધું જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં....

સચિન ટાવર
  

સચિન ટાવર

સચિન ટાવર ભૂમિની સાસરી કે પીયર નથી. જો કે આ વિસ્તાર આજે કૃણાલની ઓફિસની પાસે જરૂરથી છે. પોલિસે આપેલી માહિતી મુજબ બે દિવસ પહેલા જ ભૂમિ પતિ કૃણાલ સાથે ઝગડો કરીને પિયરે આવી હતી.

આત્મહત્યા બાદ ભૂમિનો મિત્ર
  

આત્મહત્યા બાદ ભૂમિનો મિત્ર

નોંધનીય છે કે આત્મહત્યા બાદ જ્યારે લોકોના ટાળો વળ્યા ત્યારે જ એક યુવક ત્યાં દોડી આવ્યો જેણે ભૂમિનો મિત્ર હોવાનું જણાવ્યું. પોલિસ મુજબ આ યુવકનું નામ મિતેશ સોની છે. અને તેની જોડે જ ભૂમિએ મરતા પહેલા કોફી પીધી હતી. અને થોડીક વારમાં જ ભૂમિ તેને આ મેસેજ કરીને જણાવ્યું જે બાદ તે સચિન ટાવર ભાગતો આવ્યો હતો.

14 જાન્યુઆરી જ હતો ભૂમિનો બર્થ ડે
  
 

14 જાન્યુઆરી જ હતો ભૂમિનો બર્થ ડે

નોંધનીય છે કે 14 જાન્યુઆરીએ જ ભૂમિનો બર્થ ડે હતો. અને બન્ને જણા લગ્ન બાદ આવેલા ભૂમિના પહેલા બર્થ ડે પર બેંગકોક ગયા હતા. પણ ત્યાં જ તેમની વચ્ચે કંઇક વાતે અણબન થઇ હતી. તેવું પોલિસ તપાસમાં બહાર આવ્યું છે.

ભૂમિના પરિવારનો આરોપ આત્મહત્યા નહીં હત્યા છે આ
  

ભૂમિના પરિવારનો આરોપ આત્મહત્યા નહીં હત્યા છે આ

ભૂમિના પરિવારજનોનું કહેવું છે કે ભૂમિ જો આત્મહત્યા કરી હોત તો તે મોઢાના બળે પડત પણ ભૂમિ તો સીધી જ પડી છે જે બતાવે છે કે તેને કોઇએ ધક્કો માર્યો છે.

લવ મેરેજ
  

લવ મેરેજ

RJ કૃણાલે આઇટીમાં જોબ કરતી ભૂમિને રેડિયોની એક કોમ્પિટીશન દરમિયાન દુબઇમાં મળ્યો હતો. અને તે બાદ બન્નેએ 2 મહિલા પહેલા જ લવ મેરેજ કર્યા હતા. મીર્ચી મુર્ગાના ફેમસ શોના હોસ્ટ કૃણાલની આ પર હજી સુધી કોઇ પ્રતિક્રિયા નથી આવી.

English summary
A 28-year-old woman, who had married a popular city-based radio jockey around two months back, today allegedly committed suicide by jumping off the terrace of a 10-storey residential building in Ahmedabad.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more