• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાહુલ ગાંધીએ કર્યા અંબાજીમાં માતાના દર્શન, જાણો તેમના આખા દિવસના કાર્યક્રમની અપટેડ

|

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાનો પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી આજે ઉત્તર ગુજરાત આવી પહોંચ્યા છે.રાહુલ ગાંધીએ આજે તેમના પ્રથમ દિવસની નવસર્જન યાત્રાના અંતે અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા હતા. આજે રાતે રાહુલ ગાંધી અંબાજીમાં જ રાત્રી રોકાણ કરશે. પણ આ પહેલા ઇડર અને હિંમતનગરની તેમની જાહેર સભામાં તેમણે ભાજપ પર આકાર પ્રહાર કરવાનો એક પણ મોકો નહતો છોડ્યો. સાથે જ પોતાની આ જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે જીએસટી હેઠળ પેટ્રોલ અને ડિઝલને પણ આવરી લેવા જોઇએ. વધુમાં શાળા અને કોલેજોના ખાનગીકરણ પર પણ તેમણે ટિપ્પણી કરી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ વાલીઓ શાળાની વધતી ફીથી પરેશાની અનુભવી રહ્યા છે. વધુમાં રાહુલ કહ્યું કે અમે ડિસેમ્બર પછી ભાજપની સરકાર ગુજરાતમાં જોવા નહીં મળે.

rahul at ambaji

નોંધનીય છે કે રાહુલે તેમની પહેલા દિવસની મુલાકાત પર જીએસટી, રોજગારી, કોલેજના ખાનગીકરણ અને નોટબંધી જેવા મામલે ટિપ્પણી કરી હતી. જો કે હિંમતનગરમાં રાહુલ ગાંધીના કાફલા પર કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવીને વિરોધ પણ કર્યો હતો. અહીં હિંમતનગરના મેહતાપુરા અને પ્રાંતિજમાં રાહુલ ગાંધીએ જનસભામાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીની પ્રાંતિજની સભામાં સંબોધન કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના લોકો પાસેથી જમીન, વિજળી અને પાણી લઈ જાય છે અને કહે છે તે બદલામાં વિકાસ આપશે. પણ ગુજરાતનો કોઇ જ વિકાસ થતો નથી. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ ગુજરાત કરતા વિપુલ પ્રમાણમાં વિકાસ થયો છે. ત્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ગુજરાત કરતા વધારે વિકાસ કર્યો છે. વધુમાં રાહુલે આરોપ લગાવ્યો કે નેનો પ્રોજેક્ટ માટે ગુજરાતમાં મોદીએ કરોડો રૂપિયામાં આપ્યા, પરંતુ શું તેનાથી આજે ગુજરાતને શું ફાયદો થયો?

rahul gandhi

જીએસટી મામલે પણ ટિપ્પણી કરતા રાહુલે કહ્યું કે જીએસટી ગબ્બર સિંહ ટેક્સ છે. નાના લોકો જે પણ રોકડમાં રૂપિયા રાખે છે તે બધું કાળું નાણું નથી. સાથે જ તેમણે કહ્યું કે જ્યાં સુધી જીએસટી એક જ ટેક્સમાં ફેરવવામાં નહી આવે ત્યા સુધી તેના પર દબાવ કરતા રહેશે.

rahul gandhi

રાહુલ ગાંધીએ ઢાબા પર પીધી ચા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધી હાલ ઉત્તર ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે આજે નવસર્જન યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી યાત્રા શરૂ કરતા પહેલા ચંદ્રલામાં દેશી ઢાબામાં ચા અને ભજીયાંનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી પણ હતા. અચાનક જ રાહુલ ગાંધીની સવારે ઢાબા પર આવી ચઢતા મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે હાલ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને તે ગુજરાતના લોકોને એક કોમન મેન નેતા તરીકે પોતાની ઇમેજને મેકઓવર કરી રહ્યા છે. જે હેઠળ પહેલા પણ તેમણે પોતાની મધ્ય ગુજરાતની યાત્રા દરમિયાન એક હોટલમાં રાત્રિ ભોજન માણ્યું હતું. ત્યારે આ વખતે પણ રાહુલ ગાંધીએ વિવિધ ગુજરાતી ભોજનનો સ્વાદ આ હોટલમાં ચાખ્યો હતો.

rahul gandhi

ઉલ્લેખનીય છે કે નવસર્જન યાત્રાના ચોથા ચરણની શરૂઆત કરતા ગાંધીનગરના ચિલોડા સર્કલમાં જાહેર સભામાં રાહુલે જીએસટી મામલે ટિપ્પણી કરી હતી. ચિલાડાની સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને ભારતની જનતા ભાજપ પર પોતાનો દબાવ બનાવી રહી છે. માટે જ અનેક વસ્તુઓ 28 ટકાના સ્લેબમાંથી જીએસટીમાં 18 ટકા કરવામાં આવ્યો છે. રાહુલે વધુમાં કહ્યું કે તેમ છતાં અમે હજી પણ ખુશ નથી કારણ કે અમારે પાંચ અલગ અલગ ટેક્સ નહીં પણ એક જ ટેક્સ જોઇએ છે. જે માટે જીએસટીમાં માળખાગત બદલાવની જરૂર છે. સાથે જ આ પ્રસંગે તેમણે ફરી એક વાર કહ્યું કે અમારે ગબ્બર સિંહનો આ ટેક્સ નથી જોયતો.

rahul face mask

English summary
Rahul Gandhi in Gujarat : Read all update on his Navsarjan Yatra here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more