For Quick Alerts
For Daily Alerts
મહેસાણામાં રાહુલ ગાંધીના પોસ્ટર ફાડીને થયો વિરોધ
આવતી કાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મહેસાણામાં આવવાના છે. આ મુલાકાત ચૂંટણી લક્ષી જોવાઈ રહી છે. રાહુલ ગાંધીના આગમનને કારણે મહેસાણામાં ઠેર ઠેર રાહુલ ગાંધીના પોસ્ટર લગાવાવમાં આવ્યા હતા. જો કે આ પોસ્ટરો મોડી રાત્રે ફાડી નાખેલા જોવા મળ્યા હતા અને આ રીતે રાહુલ ગાંધીનો વિરોધ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની 21 ડિસેમ્બરની મહેસાણા મુલાકત માટે અહેમદ પટેલ પહેલેથી જ ગુજરાત આવીને રેલીની તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આ અનુસંધાનમાં પ્રદેશ નેતાઓ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ પણ તેમને મળવા અમદાવાદની હોટલ તાજ ઉમેદમાં ગયા હતા.
Read also: રાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલ ગુજરાતમાં