• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video:ભરૂચમાં રાહુલના રોડ શોમાં એક યુવતીએ કર્યું કંઇક આવું...

By Shachi
|

રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર અર્થે બુધવારે સવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. રાજકીય દ્રષ્ટિએ તો રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્વપૂર્ણ છે જ, સાથે જ અન્ય એક-બે કારણોસર પણ તેમની આ મુલાકાત ચર્ચામાં આવી છે. બુધવારે સવારે જ્યારે રાહુલ ગાંધી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ખભે થેલા સાથે જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી જેવા મોટા નેતાની આજુબાજુ તો આવા થેલા ઉપાડવા માટે મોટો કાફલો હોય છે. આથી થોડા સમય માટે આ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યાર બાદ ભરૂચમાં તેમણે કરેલ રોડ શો પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ રોડ શોમાં રાહુલ ગાંધીને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી, એવામાં કંથારિયા પાસે એક યુવતીએ રાહુલ ગાંધીને મળવાની ખૂબ જિદ્દ પકડી હતી.

આ યુવતી રાહુલ ગાંધીને મળવા માટે તથા તેમની સાથે સેલ્ફી લેવા માટે ખૂબ જિદ્દ કરી રહી હતી અને આ માટે તે રાહુલ ગાંધી જે વાહન પર સવાર હતા, એમાં ચડી ગઇ હતી. આથી આખરે રાહુલે પણ તેનું મન રાખવા માટે રોડ શો દરમિયાન જ એ યુવતી સાથે સેલ્ફી પડાવી હતી. સેલ્ફી લીધા બાદ તેણે રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવી હતી અને ત્યાર બાદ તેને નીચે ઉતરવામાં રાહુલ ગાંધીએ પણ મદદ કરી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

English summary
During Congress VP Rahul Gandhi's road show in Bharuch, a girl gets into a vehicle to take a selfie. Watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X