રાહુલએ ગુજરાતમાં જીતવાનું સપનું છોડી દેવું જોઇએ : સ્મૃતિ ઇરાની

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ઉત્તર ગુજરાતમાં તેવું કહ્યું કે ડિસેમ્બર પછી ભાજપ ગુજરાતમાં દેખાવા પણ નહીં મળે ત્યાં જ નવસારીમાં ભાજપના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી જીતવાના આ સપનાને છોડી દેવું જોઇએ. વધુમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીની પાંચ વિધાનસભામાં પણ પાર્ટીને જીતાડી નથી શક્યા તે ગુજરાતમાં કોંગ્રેસને કેમ કરતાા જીતાડશે?ગુજરાત જીતવાનું સપનું રાહુલ ગાંધીએ છોડી દેવું જોઇએ.વધુમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી ગત 13 વર્ષોથી અમેઠીથી સાંસદ છે. જો નેહરુ પરિવારની વાત કરીએ તો પાછલા 50 વર્ષોથી અમેઠીથી આ જ પરિવાર અહીં જીતતો આવ્યો છે.

Smriti Irani

તેમ છતાં ગત યુપી ચૂંટણીમાં ત્યાંની પાંચ વિધાનસભા સીટમાંથી તે એક પર પણ જીત નહતું મેળવી શક્યું. માટે રાહુલે તે વાતની ચિંતા કરવી જોઇએ. વધુમાં સ્મૃતિએ ગુજરાતના વિકાસના મામલે રાહુલની ટિપ્પણી અંગે કહ્યું કે રાહુલે તે વાત યાદ રાખવી જોઇએ કે તેમના સાંસદીય ક્ષેત્રમાં કલેક્ટરની ઓફિસનો શિલાન્યાસ અમે કર્યો છે. અમેઠીમાં આજ દિવસ સુધી રાહુલ ગાંધી રસ્તા પણ નથી બનાવી શક્યા ના જ હોસ્પિટલ. તો ખબર નહીં તે કયા વિકાસ મોડલની વાત કરે છે. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર અર્થે શનિવારે વહેલી સવારે નવસારી આવ્યા હતા. અને અહીં તેમણે ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન કાર્યક્રમમાં જોડાઇ ઘરે ઘરે જઇને ભાજપનો પ્રચાર કર્યો હતો.

English summary
Rahul Gandhi should stop dreaming about sweeping Gujarat polls: Smriti Irani.
Please Wait while comments are loading...