સિંહાના પક્ષમાં બોલ્યા રાહુલ ગાંધી, કહ્યું વિકાસ ગાંડો થયો છે!
ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા યશંવત સિંહાએ એક અંગ્રેજી અખબારના માધ્યમથી અરુણ જેટલી અને મોદી સરકારની નોટબંધી અને જીએસટી પરની નીતિઓને આકારા પ્રહારો કર્યા હતા. અને નોટબંધી અને જીડીપીના ઘટતા દરની નિંદા કરી હતી. ત્યારે હવે યશંવત સિંહાના પક્ષમાં રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી અને રમૂજ કરતા કટાક્ષ કર્યો હતો કે હવે ભાજપનું પ્લેન પડવાની તૈયારીમાં છે બધા પોતાના સીટ બેલ્ટ બાંધી લો.
Ladies & Gentlemen, this is your copilot & FM speaking. Plz fasten your seat belts & take brace position.The wings have fallen off our plane https://t.co/IsOA8FQa6u
— Office of RG (@OfficeOfRG) September 27, 2017
તો વધુમાં હાલમાં રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે આજે તેમની યાત્રાના અંતિમ પડાવામાં પણ તેમના ભાષણમાં રાહુલ ગાંધીએ જનસંબોધનમાં જણાવ્યું હતું કે યશંવત સિંહાજીએ સાચું જ કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને નોટબંધી નિષ્ફળ નીવડી છે. લોકો પાસે નોકરી નથી અને વિકાસ ગાંડો થઇ ચૂક્યો છે. ભાજપના નેતા દ્વારા જ ભાજપની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે વધુમાં ભાજપ રાહુલ ગાંધીએ પણ આ વાતને સપોર્ટ કરતા ભાજપની મુશ્કેલીઓ વધી છે.