For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: NTMમાં રાહુલના આગમન પહેલાં કોંગ્રેસ-BJP કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

રાહુલ ગાંધીએ સુરતના કાપડના વેપારીઓ, હીરાના વેપારીઓ, લૂમ મિલના કારીગરો સાથે સંવાદ કર્યો. સુરતના ન્યૂ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાતે રાહુલ પહોંચ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ.

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે સુરતની મુલાકાતે છે. અહીં તેમણે ટેક્સટાઇલ, કાપડના વેપારીઓ, હીરાના વેપારીઓ, લૂમ મિલના કારીગરો, ફેક્ટરીના મજૂરો વગેરે સાથે સંવાદ કર્યો હતો. તેઓ ખાસ જીએસટીના મુદ્દે વેપારીઓ સાથે વાત કરવા સુરત આવ્યા હોવાનું કેહવાઇ રહ્યું હતું, પરંતુ તેમણે વેપારીઓ ઉપરાંત ટેક્સટાઇલ, હીરા વગેરે જેવા વેપાર સાથે જોડાયેલ નાના કરીગરો સાથે પણ વાતચીત કરી હતી. આ જ શ્રેણીમાં તેઓ જ્યારે સુરતના ન્યૂ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાતે પહોંચ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Rahul Gandhi

રાહુલ ગાંધી એનટીએમ પહોંચે એ પહેલાં જ ત્યાં લોકોની ભીડ જામી હતી, કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામ-સામે નારેબાજી કરી હતી. રાહુલ ગાંધીના આગમન પહેલાં જ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના નારાઓથી વાતાવરણ ગરમાયું હતું. એવામાં વાત ઘર્ષણ સુધી પહોંચતા સુરક્ષા અર્થે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત પેરા મિલિટરી ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી હોવાના સમાચાર છે. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું.

English summary
Rahul Gandhi in Surat. Friction between BJP and Congress workers before Rahul Gandhi' arrival at NTM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X