રેલ બજેટ 2014: ગુજરાતના ફાળે આવી 8 એક્સપ્રેસ ટ્રેન

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: દેશના રેલ મંત્રી મલ્લિકાર્જૂ ખડગેએ ભારે હોબાળાની વચ્ચે આજે લોકસભામાં નવું રેલ બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે 72 નવી ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. જેમાં 17 પ્રીમિયમ એસી ટ્રેન, 38 એક્સપ્રેસ, 10 પેસેન્જર, 4 મેમૂ, 3 ડેમૂ ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ ટ્રેનોના ફેરામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય રેલ મંત્રીએ આજે રેલ બજેટ રજૂ કર્યું હતું જેમાં ગુજરાતના ફાળે 8 એક્સપ્રેસ ટ્રેન, 5 પ્રીમિયમ ટ્રેન, 1-1 મેમૂ અને ડેમૂ ટ્રેન, અને દાહોદ-મોડાસા માટે નવી લાઇન ફાળવવામાં આવી છે.

 

ગુજરાતને મળેલી નવી ટ્રેનોની સૂચિ આ પ્રમાણે છે:-

પ્રીમિયમ ટ્રેન-
  

પ્રીમિયમ ટ્રેન-

1. નિઝામુદ્દીન- મડગાંવ એસી એક્સપ્રેસ (અઠવાડીયામાં બે વખત) વાયા કોટા, વડોદરા, વસઇ રોડ
2. યશવંતપુર- જયપુર એસી એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા ગુલબર્ગા, પુણે, વસઇ રોડ, વડોદરા
3. અમદાવાદ- દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ(અઠવાડીયામાં ત્રણ વખત) વાયા પાલનપુર, અજમેર, રેવાડી.
4. બાંદ્રા-અમૃતસર એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા વડોદરા, કોટા, નવી દિલ્હી, અમ્બાલા.
5. બાંદ્રા-કટરા એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા વડોદરા, કોટા, નવી દિલ્હી, અમ્બાલા.

એક્સપ્રેસ ટ્રેનો:
  

એક્સપ્રેસ ટ્રેનો:

1. અમદાવાદ-કટરા એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા પાલન પુર, જયપુર, રેવાડી, હિસાર, ભટિંડા, અમૃતસર.
2. અમદાવાદ- લખનઉ jn એક્સપ્રેસ વાયા પાલનપુર, જયરુર, બાંદીકુઇ, મથુરા, કાસગંજ
3. અમદાવાદ-અલ્હાબાદ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા જલગાંવ, ખંડવા, ઇટારસી, સતના, મણીકપુર
4. બાંદ્રા(T)- લખનઉ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા વડોદરા, કોટા, મથુરા, કાસગંજ
5. ભાવનગર- બાંદ્રા એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા અમદાવાદ
6. ભાવનગર- દિલ્હી સરાય રોહિલા લિંક એક્સપ્રેસ (સાપ્તાહિક)
7. ગાંધીધામ- પુરી એક્સપ્રેસ(સાપ્તાહિક)
8. કાનપુર - બાંદ્રા(ટી) એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા કાશગંજ મથુરા, વડોદરા, કોટા

મેમૂ ટ્રેન:-
  
 

મેમૂ ટ્રેન:-

1. આનંદ - ડાકોર (દૈનિક - ​​બે સેવા)

ડેમૂ ટ્રેન:-
  

ડેમૂ ટ્રેન:-

1. મોરબી - માળ્યા મિયાણા

નવી લાઇન:-
  

નવી લાઇન:-

ગુજરાતને મળી દાહોદ-મોડાસાની નવી લાઇન.

English summary
Rail budget 2014: Gujarat got new 8 express train.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.