For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના પ૬ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rain fall
ગાંધીનગર, 13 સપ્ટેમ્બર: રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ૬ તાલુકાઓમાં નોંધનીય વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ જિલ્લાના નખત્રાણામાં ૧ર૪ મી.મી. એટલે કે પાંચ ઇંચ અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ૧૧૧ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ચોવીસ કલાક દરમિયાન અબડાસામાં ૮૬ મી.મી., હિંમતનગરમાં ૮૦ મી.મી. અને ઘોઘંબામાં ૮૦ મી.મી. એમ કુલ ૩ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને ઇડરમાં ૪૯ મી.મી., વડાલીમાં ૬૧ મી.મી., ખાનપુરમાં પ૭ મી.મી., શહેરામાં પપ મી.મી., દેવગઢબારીયામાં પ૮ મી.મી., નાંદોદમાં પ૩ મી.મી., ઉમરપાડામાં પ૮ મી.મી. અને જેતપુર પાવીમાં પ૦ મી.મી. મળી એમ કુલ આઠ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત લખપત, ખેરાલુ, વિજાપુર, બાયડ, ભિલોડા, ધનસુરા, ખેડબ્રહ્મા, માલપુર, મેધરજ, મોડાસા, પ્રાંતિજ, તલોદ, બાલાસિનોર, ઉમરેઠ, હાલોલ, કડાણા, કાલોલ, લુણાવાડા, મોરવાહડફ, સંતરામપુર, ધાનપુર, ભાવનગર, ઘોઘા, ઝધડીયા, વાલીયા અને તિલકવાડા મળી કુલ ર૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૧૭ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે.

English summary
During the last twenty-four hours, North, Central and South Gujarat received rainfall up to 5 inches in all 56 districts of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X