• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદમા ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 જુલાઇઃ છેલ્લા થોડાક દિવસથી વરસાદની રાહ જોઇ રહેલા અમદાવાદના શહેરીજનો માટે ટાઢકના સમાચાર ત્યારે આવ્યા જ્યારે મેઘરાજાએ સવારે આશ્ચર્યજનક રીતે શહેરની મુલાકાત લીધી છે. સવારે 9 વાગ્યાની આસપાસથી પડી રહેલા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

મળતી માહિતી અનુસાર શહેરના ઇનકમ ટેક્સ વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ઉપરાંત, સરદાર પટેલ રિંગ રોડ, આયોજન નગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હોવાના પણ અહેવાલ સાંપડી રહ્યાં છે.

જ્યારે રાજધાની ગાંધીનગરમાં પણ સવારે 8.30 વાગ્યાની આસપાસ મેઘાએ દેખા દીધી હતી અને આભમાં મંડરાયેલા કાળા ડિબાંગ વાદળો ભારે વરસાદ પડવાની આશંકાઓ વ્યક્ત કરી રહ્યાં છે.બીજી તરફ ગુજરાત ભરની વાત કરીએ તો ગોધરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંધરાના નંદીસર પથંકમાં બે કલાકમા રણ ઇંચ વરસાદ પડ્યો છે.

English summary
rain fall in many parts of gujarat including ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X