• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજ્યમાં સાર્વત્રિક મેઘો મહેરબાન, જાણો ક્યા કેટલો નોંધાયો વરસાદ

|
Google Oneindia Gujarati News

હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શ્રાવણ કોરો ગયા બાદ ભાદરવામાં મેઘ મન મૂકીને વરસી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. બંગાળની ખાડીની રિલે લો પ્રેસર સિસ્ટમથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને વરસાદનો ફાયદા થયો છે. તારીખ 13થી 18 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ફાયદાકારક વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોહાલ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે.

વરસાદના કારણે નદીનાળા સાથે સાથે ડેમ પણ છલકાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં અતિભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. બંગાળની ખાડીનું લો પ્રેસર હવે મધ્ય અને લાગુ નોર્થ બંગાળની ખાડી પર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિની ઉંચાઈ સુધી ફેલાયેલું છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આગામી 48 કલાકમાં આ સિસ્ટમ નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ કિનારા નજીક ડિપ્રેસનમાં ફેરવાશે, ત્યાર બાદ નોર્થ ઓડિશા અને નોર્થ છતીશગઢ પરથી ત્યાર બાદના 2-3 દિવસમાં સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો પર હજૂ લો પ્રેસર છે અને તેનું યુએસી 7.6 કિમિની ઉંચાઈ સુધી છે. વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. ચોમાસુ ધરી સી લેવલ પર જેસલમેર, રાજસ્થાન વાળું લો, નાવગાવ, પેન્દ્ર, પુરી, બંગાળની ખાડી વાળું લો સુધી લંબાય છે. નોર્થ-ઇસ્ટ અરબી સમુદ્રથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી એક ટ્રફ 1.5 કિમિ થી 7.6 કિમિના લેવલમાં છે, જે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા પરથી પસાર થાય છે.

Rain

જામનગર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ

ભારે વરસાદને કારણે જામનગર જીલ્લાનું ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે. નદીમાં ઘોડા પુર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. જે કારણે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થવા લાગ્યા છે. આ સાથે જામનગરથી રાજકોટ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના તેમજ પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડીને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી હતી. આ સાથે તેમને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા માટે જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

જામનગર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ જીલ્લામાં 2થી 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં લાલપુર અને જામજોધપુરમાં 2 ઈંચ, જામનગરમાં 3 અને ધ્રોલમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જોડિયામાં 5 અને કાલાવાડમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ જિલ્લામાં આવેલા સિંચાઈ વિભાગ હસ્તકના 25 પૈકીના 6 ડેમ થયા ઓવરફ્લો થયા

ભારે વરસાદના કારણે રાજકોટ જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ
જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ બી. એસ. કૈલા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓને જણાવવાનું કે, છેલ્લા બે દિવસના ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ બાળકોની સલામતી માટે આજે તારીખ 13, સપ્ટેમ્બર, 2021ના રોજ શાળાઓમા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રાખવા જણાવવામા આવે છે. રાજકોટ જિલ્લામાં આવેલા સિંચાઈ વિભાગ હસ્તકના 25 પૈકીના 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે. રાજકોટ જિલ્લામાં સિઝનનો સરેરાશ 44.78 ટકા વરસાદ નોંધાયો છે.

  • આજી ડેમ 2 ઓવરફ્લો થયો છે, જેની સપાટી 30.10 ફૂટ છે.
  • આજી ડેમ 3 ઓવરફ્લો થયો છે, જેની સપાટી 26.70 ફૂટ છે.
  • વેરી ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 9.40 ફૂટ છે.
  • મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.80 ફૂટ છે.
  • ખોડાપીપર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 7.90 ફૂટ છે.
  • છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.50 ફૂટ છે.

જૂનાગઢ, ભવનાથ અને શહેરમાં ભારે વરસાદને પગલે Willington ઓવરફ્લો થયો હતો, જે બાદ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયો હતો. વડોદરા જીલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ડભોઇ શહેર અને તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જે કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ટંગીવાળા, સીમરીયા, ગોપાલપુરા, પણસોલી, ભીલાપુરમાં વરસાદ નોંધાયો છે.

પંચમહાલ જીલ્લામાં વરસાદ

પંચમહાલ જીલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે ઘોઘંબાનો હાથણી ધોધ ફરી એક જીવંત થયો છે. આ ધોધ શરૂ થતા સહેલાણીઓ આહલાદક નજારો જોવા ઉમટી પડ્યા હતા. વનરાજીન વચ્ચે ધોધ જીવંત થતા નયનરમ્યો દ્રશ્યો સર્જાયા છે.

ડાંગમાં વરસાદી માહોલ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. સતત ભારે વરસાદને પગલે અંબિકા નદી ગાંડીતૂર બની બે કાંઠે વહી રહી છે. આ પાણીની ભારે આવકને કારણે અંબિકા નદીના જળસ્તરમાં ભયજનક વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે ગીરા ધોધના વેગીલા પ્રવાહને કારણે સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ડાંગમાં વરસાદ થવાને કારણે પ્રકૃતિ પોતાનું સૌદર્ય વિખેરે છે અને તેને જોવા માટે મોટા પ્રમાણમાં સહેલાણીઓ આવે છે.

English summary
It is currently raining heavily across the state. After Shravan Koro, the cloud seems to be raining in Bhadarwa. Saurashtra, Gujarat and Kutch have benefited from the relay low pressure system in the Bay of Bengal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X