
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 7 ઈંચ વરસાદ ખાબકતાં આણંદ થયું પાણી પાણી
ગુજરાતમાં વરસાદ જામ્યો છે, રાજ્યના કુલ 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે આણંદ, ઉમરગામ, ધરમપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામખંભાળિયા સહિત કેટલાય શહેરોમાં વરસાદ ખાબક્યો. સૌથી વધુ આણંદમાં વરસાદ ખાબક્યો છે જ્યાં માત્ર 4 કલાકમાં 7 ઈંચ વરસાદ વરસતાં ખેડૂતોને હાશકારો થયો છે. જો કે ધોધમાર વરસાદને પગલે આણંદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.
આ ઉપરાંત પેટલાદમાં આજે 2 ઈંચ વરસાદ પડ્યો છે, ઉમરગામમાં 2 ગામ વરસાદ પડ્યો છે અને ધરમપુરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. વાપીમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે, પારડીમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે, સુરતમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે, કપરાડામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે, સુરતના ચોર્યાસીમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, ઓલપાડમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે, નવસારીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
જ્યારે ખંભાત અને તારાપુરમાં સામાન્ય વરસાદ પડ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. સુરેન્દ્રનગરમાં પણ વાવણી લાયક વરસાદ પડ્યો છે, અને જામખંભાળિયામાં પણ બપોરથી છૂટ છવાયો વરસાદ પડ્યો.
આજરોજ સૌથી વધુ વરસાદ આણંદમાં પડ્યો છે જ્યાં 4 કલાકમાં જ 7 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. વિદ્યાનગર રોડ, લક્ષ્મી સિનેમા વિસ્તારમાં પાણી ભરાયાં છે. ગામડીવડ, રાજમહેલ રોડ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં છે.