For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને વરસાદે ફરી હાથતાળી આપી; હવે માત્ર 41.66 ટકા પાણી રહ્યું

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 14 જુલાઇ : ચાતક નજરે ચોમાસાની રાહ જોઇને બેઠેલા ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 32.52 મિલિ મીટર વરસાદ નોંધાયો છે. દુષ્કાળની ભીતી સેવી રહેલા ગુજરાતમાં વરસાદનું આ પ્રમાણ મોસમના કુલ વરસાદના માત્ર 4.09 ટકા જેટલું થવા જાય છે. આ બાબત એટલા માટે ગંભીર છે કે અડધો જુલાઇ મહિનો પુરો થવામાં છે ત્યારે હજી પણ ગુજરાતના 93 તાલુકાઓ કોરા ધાક્કડ રહ્યા છે.

બીજી તરફ ચોમાસાના અભાવે ગુજરાતના જળ સંગ્રહસ્થાનોમાં હવે માત્ર 41.66 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. વળી જ્યાં પાણાના કાયમી પોબારા રહે છે તેવા કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં આવેલા જળ સંગ્રહસ્થાનો સુકા ભઠ્ઠ થઇ ગયા છે.

gujarat-map-9

આ સંદર્ભમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA - જીએસડીએમએ) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર 11 જુલાઇ, 2013 સુધીમાં રાજ્યમાં 310.31 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો હતો. જ્યારે આ વર્ષે માત્ર 32.58 મિલીમીટર વરસાદ જ વરસ્યો છે. જે ગયા વર્ષના આ સમયગાળાની તુલનામાં 89.5 ટકા ઓછો છે.

બીજી તરફ નર્મદા વોટર રિસોર્સીસ વોટર સપ્લાય (NWRWS - એનડબલ્યુઆરડબલ્યુએસ) અને કલ્પસર વિભાગના જણાવ્યા અનુસાર 11 જુલાઇ, 2014ના આંકડા અનુસાર સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ સહિતના ડેમમાં હવે પાણીનો માત્ર 41.66 ટકા જથ્થો જ બચ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં નાના મોટા થઇને કુલ 200 ડેમ છે. તેમાંથી એક પણ ડેમ સંપૂર્ણ રીતે ભરાયો નથી.

English summary
Rains continue to elude Gujarat, only 41.66 % water stock left.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X