હિંમતનગર સીટ: ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા લડશે ચૂંટણી
ભાજપ દ્વારા 17 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની પહેલી ઉમેદવાર યાદી બહાર પાટી હતી. આ યાદીમાં ગુજરાતની અલગ અલગ 70 બેઠકો પરના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં હિંમતનગર સીટ પરથી રાજેન્દ્રભાઈ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. તો ચાલો રાજેન્દ્રભાઈ ચાવડા વિશે થોડુ જાણીએ. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1966ના રોજ અમદાવાદમાં થયો હતો. રાજેન્દ્રભાઈના પિતાનું નામ રણજીતસિંહ નરસિંહ હતું. તેઓએ આ પહેલા 2012માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા. એ બાદ 2014માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. એ પછી આ બેઠક પર ફરી ચૂંટણી યોજવામાં આવી હતી.
myneta.in અનુસાર રાજેન્દ્ર ચાવડાએ બી.એ અને ઇજનેરમાં ડિપ્લોમાં કરેલ છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને ટ્રેડિંગ છે. તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો લગભગ 10 કરોડ જેટલી છે. તેમના પર અત્યાર સુધીમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃતિનો કેસ નોંધાયો નથી.