ધોરાજીમાં ખેડૂતો પર અત્યાચાર, વાંક તુવેરાના ટેકાના ભાવ માંગવા!

Subscribe to Oneindia News

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી તુવેરની ટેકાના ભાવે ખરીદી અટકાવી દેવામાં આવી હતી. જેને લઈને તાલુકાના ખેડૂતો યાર્ડમાં રજૂઆત કરવા માટે ગયા હતા. જેમાં યાર્ડમાં માર મરાતાં પાંચ ખેડૂતોને ઈજા પહોંચતાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે ચેરમેનના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

rajkot

આજે ધોરાજી અને આસપાસના ગામડામાંથી ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડ કોયાણીને રજૂઆત કરવા ગયા હતા. જેમાં ચેરમેન અને તેના માણસોએ ખેડૂતો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો પર થયેલા હુમલાને પગલે આજુબાજુના ગામડા બંધ કરીને વિરોધ કરવામાં આવ્યો છે . કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવામાં આવ્યો હતો કે યાર્ડમાં તુવેરની ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે માર્કેટ યાર્ડના ભાજપના સત્તાધીશો ખેડૂત વિરોધી હોવાનો શૂર વ્યક્ત કરીને ભાજપ સરકાર ખેડૂત વિરોધી ગણાવી હતી.

ઈજાગ્રસ્ત ખેડૂતો

  • દિનેશ મૂળજીભાઈ ધિંગાણી
  • વજૂભાઈ વસંતભાઈ દઢાણીયા
  • કૈલાશભાઈ પોપટભાઈ ભૂત
  • પરેશભાઈ રવજીભાઈ વાછાણી
  • ગીરીશભાઈ કરશનભાઈ કાલરિયા
English summary
Rajkot : Atrocities on farmers in Dhoraji .Read here more.
Please Wait while comments are loading...