For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આટકોટમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો

રાજકોટમાં અપરાઘીને પકડવા ગયેલી પોલીસ પર લોકોના ટોળાએ કર્યો હુમલો. પોલીસ પણ સામે કરી ફાયરિંગ. જાણો આ ઘટના અંગે વિગતવાર અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

રાજકોટ નજીક આટકોટ પાસે આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ પર હુમલો થયો છે. જો કે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા એક વ્યક્તિ ઘવાયો છે. કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસના આરોપીને ઝડપી પાડવા પોલીસ પહોંચી હતી. તે સમયે 30થી વધુ લોકો લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. અને એક શખ્સ ધારીયું લઈને PSI સામે દોડી આવ્યો હતો અને તેના ઉપર હુમલો કરતા PSI ઘવાયા હતા, ત્યારબાદ PSI એ હુમલો કરનારના પગમાં ફાયરિંગ કરી તેને અટકાવ્યો હતો. ઘાયલ પોલીસકર્મી અને પોલીસ ફાયરિંગનો ભોગ બનનાર વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના સંદર્ભે પી.એસ.આઇ. વાય. બી. રાણાની ફરિયાદ પરથી વિજય દેવીપૂજક સહિતના ટોળા સામે રાયોટ, હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટના એવી હતી કે આટકોટ પોલીસ મથકના પીએસઆઇ રજા પર હોઇ તેની જગ્યાએ ચાર્જમાં રહેલા પ્રોબેશનલ પી.એસ.આઇ. યશપાલસિંહ ભરતસિંહ રાણા (ઉ.૨૫)ને રાત્રે માહિતી મળી હતી કે ગોંડલ નજીકના મોટા દડવામાં બનેવીની હત્યાનો પ્રયાસ કરી ભાગેલા તેના સાળા પલુ સહિતના બે શખ્સો આટકોટના નવાગામ ડેમ વિસ્તારમાં રહેતાં તેના સગાને ત્યાં છુપાયા છે.

crime police

આ માહિતીને આધારે પી.એસ.આઇ. રાણા સહિત આઠેક કર્મચારીઓનો કાફલો રાત્રે દોઢેક વાગ્યે આટકોટ નવાગામ ડેમ પાસે પહોંચ્યો હતો અને ત્યાંથી પલુ વશરામ દેવીપૂજક સહિત બે શખ્સને સકંજામાં લીધા હતાં. દરમિયાન આ બંનેને પોલીસના સકંજામાંથી એકલા છોડાવવાના ઇરાદે દેવીપૂજકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. પી.એસ.આઇ. રાણા અને સ્ટાફે તમામને ચેતી જવા અને દૂર હટી જવા જણાવ્યું હતું. પરંતુ એક બે ત્રણ શખ્સ ધારીયા લઇને ધસી આવ્યા હતાં. આથી પી.એસ.આઇ. રાણાએ તેને ચેતવવા પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ હવામાં ફાયર કર્યાં હતાં. ઘાયલ પોલીસકર્મી અને પોલીસ ફાયરિંગનો ભોગ બનનાર વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

English summary
Rajkot : Attack on Police by mob after dispute over arrest of criminal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X