For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ પહોંચ્યા પી.ચિદમ્બરમ, કર્યા નોટબંધી પર પ્રહારો

ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી.ચિદમ્બરમ આજે ગુજરાતની મુલાકાતે છે. અહીં રાજકોટમાં તેમણે વેપારી સંગઠનને સંબોધતા એક કાર્યક્રમમાં અહેમદ પટેલ, નોટબંધીને જીએસટી જેવા મુદ્દા પર ટિપ્પણી કરી હતી. વધુ વાંચો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તેના વરિષ્ઠ નેતાઓને પ્રચાર માટે હાલ ગુજરાત મોકલવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત આજે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. રાજકોટના ઉદ્યોગપતિ અને વેપારી સાથે તેમણે આ પ્રસંગે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરે અમદાવાદમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ આ જ રીતે વેપારીઓ સાથે સંવાદ કરવાના છે. ત્યારે આ પ્રસંગે તેમણે સરકારના નોટબંધી અને જીએસટીના મુદ્દાને આડે હાથે લીધો હતો. એટલું જ નહીં પત્રકારો સાથે વાતચીતમાં તેમણે ગુજરાતીમાં વિકાસ ગાંડો થયો છે કહી હાજર લોકોને સ્તબ્ધ કરી દીધા હતા.

P Chidambaram

નોટબંધી અને જીએસટી પર બોલતા ચિદમ્બરે કહ્યું કે મારા કાર્યકાળમાં જો કોઇ મને નોટબંધી કરવાનું દબાણ કરત તો હું રાજીનામું આપી દેત. તેમણે વધુમાં જીએસટી પર બોલતા કહ્યું કે કાયદાકીય રીતે જીએસટી ખરાબ છે. તેમણે 28 ટકા જીએસટીનો વિરોધ કર્યો. અને સાથે જ અચાનક લોકો પર તેને લાદવા મામલે પણ સરકારનો વાંક નીકાળ્યો. પર પ્રહાર કર્યો. અહેમદ પટેલ મામલે ચિદમ્બરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અહેમદ પટેલે વર્ષ 2015માં હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપ્યું હતું. જે વ્યક્તિની ધરપકડ થઇ છે તે વ્યક્તિ ટેકનિશીયન હતો. ટેકનીશીયની કામગીરી માટે ભૂતકાળના ટ્રસ્ટી જવાબદાર કંઇ રીતે હોય શકે છે. વધુમાં અહેમદ પટેલ મામલે બોલતા ચિદમ્બરે કહ્યું કે ખોટી રીતે અહેમદ પટેલ પર આરોપ નાખવામાં આવી રહ્યા છે. અને આ તમામ આરોપો ખોટા છે.

English summary
Rajkot : Ex financial minister P. chidambaram On Gujarat Visit. Read what he says on note ban and GST.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X