પિતાએ પુત્રનું ગળું દબાવી કરી હત્યા કરી, કારણ બ્લેકમેલ!

Subscribe to Oneindia News

રાજકોટની લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ઇલેકટ્રીકની દુકાન ચલાવતા પરેશ દિનેશ સગાંઠિયાએ પોતાના પાંચ વર્ષના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી. અને તે પછી દિનેશભાઈએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ચાલી રહેલી પોલીસ તપાસમાં મૃતકની ચાર પાનની સુસાઇડ નોટ સામે આવી છે. જેમા દિનેશભાઈએ બ્લેકમેઇલ કરતા લોકોથી કંટાળી આવુ પગલુ ભર્યુ છે તેમ નોટમાં લખ્યુ છે

rajkot

સમગ્ર ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ દિનેશભાઈનું થોડા સમય પહેલા અપહરણ થયું હતું. તેમણે કોઇનું મર્ડર થતા નજરે જોયું હોવાનો ઉલ્લેખ પરેશભાઈએ પત્રમાં કર્યો છે. તેમજ મર્ડર કરનાર શખ્સો જ પરેશભાઈને બ્લેકમેઈલ કરતા હોવાથી પોતે આ પગલું ભર્યું હોવાની વાત પણ તેમના પત્રમાં લખવામાં આવી છે. હાલ પોલીસે સ્યુસાઇડ નોટના આધારે જે અજાણ્યા શખ્સોએ મૃતકનું અપહરણ કર્યું હતું તેની શોધખોળ શરૂ કરી છે. તેમજ તેની સામે કોઈનું મર્ડર કરી પરેશભાઇને બ્લેકમેઇલ કરતા હતા તેની ઓળખ મેળવી ઝડપી પાડવા ચક્રો ગતિમાન શરૂ કર્યા છે.

English summary
rajkot : Father kills his son's. Read what he says in his suicide not
Please Wait while comments are loading...