For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેશોદ નજીક બાળકના અપહરણનો પ્રયાસ, બાળકનું મૃત્યુ

બાળકના પરિવાર અને અપહરણકારો વચ્ચે ઝપાઝપી થતા બાળકને છરીના ઘા લાગી જતા ઇજા પહોંચી હતી.

By Oneindia
|
Google Oneindia Gujarati News

જૂનાગઢના કેશોદ નજીક એક બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઇક પર આવેલા આ અપહરણકારોએ કારમાં બેઠેલા બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં બાળકના પરિવાર અને અપહરણકારો વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં બાળકને છરીના ઘા વાગતા ઇજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકનું નામ ગોપાલ સેજાણી હોવાનું માલુમ પડ્યું છે. 12 વર્ષના ગોપાલનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, જેના અપહરણનો પ્રયાસ કરાયો હતો એ બાળકનો લંડન સ્થિત એક મહિલા દત્તક લેવાની હતી.

gopal rajkot

ઉપલબ્ધ માહિતી અનુસાર, ગુરુવારે રાજકોટથી માળીયા હાટીના જતી વખતે કેશોદ પાસે રાત્રે લગભગ 12.30 વાગે આ ઘટના બની હતી. કેશોદ પાસે શૌચક્રિયા પતાવવા માટે ગાડી થોભાવવામાં આવી હતી, તે દરમિયાન ગાડીમાં એકલા બેઠેલા ગોપાલને ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બુકાનીધારી અપહરણકારો બાઇક પર આવ્યા હતા અને ગાડીમાંથી ગોપાલને ઉઠાવવાનો પ્રયાસ કરતાં ગોપાલે બૂમ પાડી હતી. જે સાંભળી તેના બનેવી દોડી આવ્યા હતા. અપહરણકારોએ ગોપાલ અને તેના બનેવી બંન્ને ઉપર છરીથી પ્રહારો કર્યા હતા.

કેશોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગોપાલના પાસપોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી

મૂળ માળીયા હાટીનાના હરસુખ કરદાણી (ઉ.વ.45) તેના સાળા એવા ગોપાલ સેજાણી (ઉ.વ.11)ને રાજકોટ પાસપોર્ટની કાર્યવાહીના સંદર્ભ લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેઓ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન ગોપાલના અપહરણનો પ્રયાસ થતાં દુર્ઘટના ઘટી હતી. અપહરણકારો સાથે ઝપાઝપીમાં ગોપાલ અને તેના બનેવીને છરી વાગતાં બંનેને ઈજા થઈ હતી. ગોપાલને ઈંગ્લેન્ડનો લંડન સ્થિત પરિવાર દત્તક લેવાનો હોવાથી પાસપોર્ટ લેવાની કાર્યવાહી ચાલી રહી હતી.

લંડનની જે મહિલા દત્તક લેવાની છે તેનો ભાઈ હતો હાજર

લંડન સ્થિત એનઆરઆઈ આરતીબેન ગોપાલને દત્તક લેવાના હોવાથી આ માટેની મોટાભાગની વિધિ પૂર્ણ થઈ ગઈ હતી. તેને લઈ જવા માટે પાસપોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. જે અંતર્ગત આરતીબેનના ભાઈ મિતેષભાઈની કારમાં જ તેઓ રાજકોટ પાસપોર્ટ કેન્દ્રની વિધિ પૂરી કરીને પરત ફરતાં હતાં. જેમાં મિતેષભાઈનો કાર ડ્રાઇવર પણ સામેલ હતો.

પિતાનું મોત, માતાએ ઘર માંડ્યું

ગોપાલના પિતા ગોવિંદભાઈ રેલવેમાં વેરાવળ ખાતે નોકરી કરતા હતા. બીમારીથી તેમનું 6 વર્ષ પહેલા નિધન થયું હતું. પિતાના મોત બાદ પાંચેક મહિનામાં જ માતાએ નવું ઘર માંડ્યું હતું. જેથી તે મા-બાપ વગરનો થઈ ગયો હતો.

અહીં વાંચો - નલિયા દુષ્કર્મ કેસ: ભાજપની સફાઇથી લઇને પોલીસની કાર્યવાહી સુધીઅહીં વાંચો - નલિયા દુષ્કર્મ કેસ: ભાજપની સફાઇથી લઇને પોલીસની કાર્યવાહી સુધી

English summary
Rajkot: Maliya hatina's injured 12 year boy Gopal died in the hospital during treatment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X