For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં પીસીઆર વાનના જવાને બચાવ્યુ ગલૂડિયું

રાજકોટમાં પોલીસની મનાવતના દર્શન કરાવતી એક ઘટના સામે આવી છે. ગલૂડિયાને બચાવતા પોલીસ જવાનનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ અંગે વધુ વાંચો અહીં

By Oneindia
|
Google Oneindia Gujarati News

આમ તો પોલીસની છાપ લોકોને ડંડા મારીને સીધા રાખવાની છે. આ વાત સૌ કોઈ જાણે છે, પરંતુ ક્યારેક ક્યારેક પોલીસનું માનવીય પાસું પણ જોવા મળતું હોય છે. તાજેતરમાં પોલીસની માનવતા રાજકોટમાં જોવા મળી હતી. રાજકોટના એક પોલીસ જવાનનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે જવાન એક ગલૂડિયાનો જીવ બચાવવા, તેને કુવામાંથી બહાર લાવવા માટે જહેમત કરી રહ્યો છે. ઘટના એવી હતી કે, રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં એક ગલૂડિયું પડી ગયુ હતું અને તે બહાર આવવા માટે ઉહંકારા ભરતું હતું. પીડાને લીધે કણસી પણ રહ્યું હતુ.

Gujarat

આ અવાવરા કૂવા પાસે લોકોની અવરજવર પણ ઓછી હોય છે. ત્યારે ગલૂડિયાનો અવાજ સાંભળીને પોલીસ સેવા 100 નંબરના પીસીઆરના જવાને આ બચ્ચાને બચાવી લીધું હતું. ઠંડીમાં ઠરી રહેલા ગલૂડિયાને બચાવી પોલીસ જવાને પણ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ રેસ્કૂયનો વીડિયો મોબાઇલમાં કોઈ વ્યક્તિએ ઉતાર્યો હતો અને હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સૌ કોઈ આ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી રહ્યા છે. આ ઘટનાની નોંધ રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમ સિંહે ગેહલોતે પણ લીધી હતી અને જવાનની કામગીરીને બિરદાવી હતી. તે ઉપરાંત કેટલીક સંસ્થાઓ દ્વારા પણ તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.

English summary
Rajkot : PCR van Soldier saved puppy, Read more detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X