For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં તસ્કરોએ ATM મશીન તોડી કરી 18.30 લાખની ચોરી

Rajkot: Thief looted ATM in Rajkot. Total Rs 18.30 looted. Read more here. રાજકોટમાં તસ્કરોએ મોડી રાત્રે ATM મશીનને ગેસ કટરથી તોડી તેની અંદરથી રૂ 18.30 લાખની ચોરી કરી હતી

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા એક્સીસ બેંકના ATMને મોડી રાતે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. ATM માંથી તસ્કરોએ અંદાજે રૂ 18.30 લાખની ચોરી કરી હતી. જોકે વહેલી સવાઈ બેંક કર્મચારીઓને જાણ થતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. સાથે જ પોલીસે FSL અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરી હતી. FSL ટીમ દ્વારા ATM મશીન પર ફિંગર પ્રિન્ટના નમૂના લેવામાં આવ્યા છે.

ATM

પોલીસે જણાવ્યા મુજબ ત્રણ બુકાનીધારી શખ્સો એક કારમાંથી ATMમાં જાય છે, ATMને તોડી તેની અંદરથી ગેસ કટરથી એટીએમ તોડી 18.30 લાખની ચોરી કરે છે તે સીસીટીવીમાં દેખાય છે. પણ બુકાનીધરી શખ્સો ATMના CCTVમાં આવી ગયા હોવાથી તેમનો ચહેરો સ્પષ્ટ થતો નથી. જો કે પોલીસે CCTVના આધારે આગળની તપાસ હાથધરી છે. જોકે બીજી બાજુ બેંક દ્વારા કોઈ સિક્યુરીટી ગાર્ડ મુકવામાં કેમ નહતો આવ્યો તે અંગે પણ સવાલો ઊભા થયા છે. જે પર પણ પોલીસ તપાસ કરી રહી છે.

English summary
Rajkot: Thief looted ATM in Rajkot. Total Rs 18.30 looted. Read more here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X