India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download
LIVE

Rajya Sabha Election: ભાજપની 3 સીટ પર જીત, કોંગ્રેસની એક સીટ પર જીત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના 8 રાજ્યોમાં 19 રાજ્યસભા સીટો માટે આજે મતદાન થશે. આના માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જણાવી દઇએ કે તમામ સીટો પર કોરોના વાયરસના કારણે દેશરમાં લૉકડાઉનને પગલે ચૂંટણી નહોતી થઇ શકી. રાજ્યસભાની આ ચૂંટણી આંધ્ર પ્રદેશની 4 સીટ, ગુજરાતની 4 સીટ, ઝારખંડની 2 સીટ, મધ્ય પ્રદેશની 3 સીટ પર થશે. આ તમામ સીટો માટે આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થશે, જ્યારે સાંજે 4 વાગ્યા આ પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવશે.

rajya sabha

Newest First Oldest First
8:51 PM, 19 Jun
કોંગ્રેસના ભરત સિંહ સોલંકીને 30 વોટ મળ્યા
8:50 PM, 19 Jun
ગુજરાતમાં ભાજપ 3 સીટ અને કોંગ્રેસ 1 સીટ જીત્યુ
8:48 PM, 19 Jun
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પૂરતા વોટ મળી ગયા છે
8:48 PM, 19 Jun
ગુજરાતમાં BTPના 2 મત માટે ભાજપ-કોંગ્રેસના મરણિયા પ્રયાસ
8:47 PM, 19 Jun
કોરોના કાળમાં રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે, એવામાં વિવિધ રાજયોમાં રાજનીતિ સાતમા આસમાને છે. વિવિધ પાર્ટીઓ દ્વારા જોડતોડની રાજનીતિ અને એક બીજા પર આરોપ-પ્રત્યારોપની રાજનીતિ થઇ રહી છે. એવામાં હવે આજે આઠ રાજ્યોમાં 19 ઈટો પર મતદાન થઇ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મોટા ચહેરાઓની શાખ દાવ પર છે.
8:45 PM, 19 Jun
રાજ્યસભાની ચૂંટણીમાં અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપના 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. BTPના છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાન નહી કરે. BTPના ધારાસભ્યોને ભાજપ મતદાન ન કરાવવામાં સફળ રહ્યુ છે. ભાજપની જીત પાક્કી થઈ છે. મતદાન પૂર્ણ જાહેર થતાં ટુંક જ સમયમાં મતગણતરી શરૂ થશે.
7:05 PM, 19 Jun
મધ્ય પ્રદેશમાં ભાજપે 2 સીટો પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસ એક સીટ લેવામાં સફળ રહી.
7:05 PM, 19 Jun
રાજસ્થાનમાં કોંગ્રેસે બે સીટો પર જીત મેળવી છે જ્યારે એક પર ભાજપે ચૂંટણી જીતી છે.
7:04 PM, 19 Jun
આંધ્રપ્રદેશમાં YSRcએ એક સીટ પર જીત મેળવી છે.
6:53 PM, 19 Jun
મેઘાલયમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જ્યાં નેશનલ પીપલ્સ પાર્ટી(NPP)ના ઉમેદવાર ડબ્લ્યુઆર ખરલુખીએ જીત નોંધાવી છે.
5:23 PM, 19 Jun
રાજ્યસભાની 19 સીટો માટે ચાલી રહેલ મતદાન ખતમ થઈ ગયુ છે.
5:14 PM, 19 Jun
ગુજરાત કોંગ્રેસે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કેસરીસિંહના મત સામે વાંધો ઉઠાવ્યો અને રદ કરવા કરી માંગ.
4:48 PM, 19 Jun
ગુજરાત
ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યુ કે ભાજપે તડજોડની રાજનીતિ કરી, ભાજપે લોભ-પ્રલોભન, ધાક-ધમકી આપવાનુ શરૂ કર્યુ અને જિજ્ઞેશ મેવાણીએ પણ અમને સાથ આપ્યો.
4:44 PM, 19 Jun
રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય વાજિબ અલી હાલમાં જ ઑસ્ટ્રેલિયાથી પાછા આવ્યા હતા. જે બાદ તેમને આરોગ્ય વિભાગની ટીમે હોમ ક્વૉરંટાઈન કરી દીધા હતા. આ કારણે તેમણે પીપીઈ કિટ પહેરીને રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યુ.
3:50 PM, 19 Jun
મણિપુરમાં સ્પીકરે ચાર કોંગ્રેસી ધારાસભ્યોને મત આપવાથી રોક્યા.
3:49 PM, 19 Jun
ગુજરાતમાં કિંગ મેકર ગણાતા બીટીપીએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો.
3:21 PM, 19 Jun
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનુ મતદાન પૂર્ણ, હવે માત્ર બીટીપીનુ મતદાન જ બાકી છે.
2:56 PM, 19 Jun
ટીડીપી નેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભા પહોંચીને મત આપ્યો.
2:54 PM, 19 Jun
ગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો મત, કહ્યુ - ત્રણ ઉમેદવારોની જીત નક્કી
2:10 PM, 19 Jun
મધ્યપ્રદેશમાં કોરોના પૉઝિટીવ ઉમેદવારે મત આપ્યા બાદ આખી વિધાનસભાને સેનિટાઈઝ કરવામાં આવી.
1:53 PM, 19 Jun
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે મતદાન ચાલુ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ ધારાસભ્ય કુણાલ ચૌધરી પીપીઈ કિટ પહેરીને મત આપશે. થોડા દિવસો પહેલા તે કોરોના પૉઝિટીવ હતા.
12:50 PM, 19 Jun
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મતદાન કર્યુ. ભાજપના ધારાસભ્ય આશા પટેલ, કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને નિરંજન પટેલે પણ મતદાન કર્યુ. વળી, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, ભરતજી ઠાકોર, નાથાભાઈ પટેલે પણ મતદાન કર્યુ.
12:47 PM, 19 Jun
ગુજરાતમાં બપોર સુધીમાં 172 ધારાસભ્યોમાંથી 108 ધારાસભ્યોએ મતદાન કર્યુ જેમાં કોંગ્રેસા 41, ભાજપના 66 અને એનસીપીના 1 ધારાસભ્યોએ મતદાન કર્યુ.
12:37 PM, 19 Jun
ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ રાજયસભા ચૂંટણી માટે કર્યુ મતદાન.
12:22 PM, 19 Jun
ગુજરાતમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો છે.
12:12 PM, 19 Jun
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યુ. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભારતીય ટ્રાઈબલ પાર્ટીા બે ધારાસભ્યોએ કોંગ્રેસ ઉમેદવારોને મત આપ્યો છે.
11:24 AM, 19 Jun
આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ રાજ્યસભા ચૂંટણી માટે મત આપ્યો, રાજ્યમાં રાજ્યસભાની 4 સીટો માટે આપવામાં આવી રહ્યા છે મત.
11:23 AM, 19 Jun
રાજ્યસભા ચૂંટણી માટે મત આપવા પહોંચ્યા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મતદાન પહેલા કરવામાં આવી થર્મલ સ્ક્રીનિંગ.
11:04 AM, 19 Jun
પીટીઆઇ મુજબ ચીને બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવ્યા હતા, જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડી મૂક્યા છે. જો કે સેના તરફથી હજી સુધી સત્તાવાર નિવેદન જાહેર નથી થયું.
11:00 AM, 19 Jun
ગુજરાતમાં NCP નેતા કાંધલ જાડેજાએ મતદાન કર્યુ અને કહ્યુ કે પક્ષના વ્હીપ મુજબ મતદાન કર્યુ છે.
READ MORE

English summary
Rajya sabha election live: election being held on 4 rajya sabha seat in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X