For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ ગામમાં સ્મશાનમાં થઇ રહી છે રામકથા, ગામવાસીઓએ કહ્યું - આનાથી પવિત્ર જગ્યા બીજી કોઈ નહીં

ગુજરાતમાં દરરોજ ઘણા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમો કોઈ મંદિર અથવા કોઈ પવિત્ર સ્થળોએ કરવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં દરરોજ ઘણા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમો કોઈ મંદિર અથવા કોઈ પવિત્ર સ્થળોએ કરવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના એક ગામમાં સ્મશાન ઘાટ પર રામકથા થઇ રહી છે. હળવદના ટીકર ગામના સ્મશાનમાં રામકથાનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથાને સાંભળવા માટે ગામના લોકો જ નહીં, પણ નજીકના ગામના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. રામકથાના આયોજકોનું માનવું છે કે સ્મશાન એ વિશ્વમાં સૌથી પવિત્ર સ્થળ છે. કારણ કે અહીંથી માનવ જીવનું ભગવાન શિવ સાથે મિલન થાય છે.

ramkatha

ગુજરાતના મોરબી જિલ્લાનું કદાચ આ પહેલું ગામ છે જ્યાં ગામવાસીઓએ મળીને સ્મશાન ભૂમિમાં રામકથાનું આયોજન કર્યું છે. કોઈ પણ પ્રકારની લાઇટિંગ અને ડેકોરેશન વિના ચાલી રહેલી આ રામકથાની સાદગી લોકોને પોતાની તરફ ખેંચી રહી છે. હિન્દૂ ધર્મની માન્યતા મુજબ પોતાના કોઈ મનુષ્યની મૃત્યુ થઇ હોય તો પણ મહિલાઓ સ્મશાનમાં આવતી નથી. પરંતુ અહીં બપોરના બે વાગતાની સાથે ગામની મહિલાઓ જ નહિ પરંતુ આસપાસના અનેક ગામોની મહિલાઓ આ સ્મશાનમાં થઇ રહેલી રામકથાને સાંભળવા માટે આવી રહી છે.

ramkatha

ટીકર ગામના બાબાજી ભરત બાપુ પોતાની શૈલીમાં અહીં રામકથાનું જ્ઞાન આપી રહ્યા છે. ગામના લોકોની પણ એ જ ઈચ્છા છે કે આ રામકથા દ્વારા મળતા પૈસાથી ગૌમાતા અને ગરીબ લોકોનું કલ્યાણ થાય. નવ દિવસ થવાની આ રામકથા માટે તે બાબા એક રૂપિયો પણ નથી લેવાના. એટલું જ નહીં અહીં ભક્તો દ્વારા મળતું અનાજ સહીત ઘણી સામગ્રી પણ જરૂરિયાતમંદ લોકોને આપવાનો નિર્ણય પણ તેમને લીધો છે.

આ પણ વાંચો: સાવધાન! થાઈલેન્ડનું આ ડરામણું મંદિર નરકથી ઓછું નથી, ફોટા જોઈને રૂંવાડા ઉભા થઈ જશે

English summary
ramkatha is organised by the villagers on graveyard place in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X