• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજ. હાઇકોર્ટે આપી તારીખ, રેપ પીડિતાએ કરી લીધા ઝેરના પારખા

|

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે એક રેપ પીડિતા ન્યાય મેળવવા આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા વધું એક તારીખ આપતા હતાશ થઇ ગયેલી પીડિતાએ કોર્ટરૂમમાં જ પેસ્ટિસાઇડ પી લઇને જીવન ટૂંકાવી દેવાની કોશિશ કરી હતી. બાદમાં યુવતીને તાત્કાલિક નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યા તેની હાલત ખુબ જ નાજુક બતાવવામાં આવી રહી છે.

ન્યાયાધિશે બીજી તારીખ આપી હોવાનું સાંભળતા જ હતાશ થઇ ગયેલી યુવતીએ કોર્ટ પરિસરમાં જ ઝેર ઘોળી લીધું. યુવતી પોતાની સાથે પોતાના 3 વર્ષના પુત્રને પણ લઇને આવી હતી. દરમિયાન કોર્ટરૂમમાં હાજર બી.એમ મંગુકિયાએ તેણીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

આ યુવતીએ તેની પર દુષ્કર્મ આચરનાર સંદિપ પંચાલને શહેરની સેશન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ આગોતરા જામિનને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. જોકે યુવતીનો વકીલ તેની દાદીનું મોત થવાના કારણે કોર્ટમાં હાજર રહી શક્યો ન્હોતો. જેના પગલે ન્યાયાધીશ આશિષ દેસાઇએ કોર્ટ એડજર્ન કરી બીજી તારીખ આપી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ પ્રકારનો બીજો કિસ્સો સામે આવ્યો છે, જેના દ્વારા ન્યાયપ્રક્રિયાની વાસ્તવિકતા ઉડીને આંખે વળગે છે. આ પહેલા જાન્યુઆરીમાં એક સામુહિક બળાત્કાર પીડિતાએ ન્યાય નહી મળતા અમદાવાદની કોર્ટમાં ઝેર ઘોળી લીધું હતું.

English summary
A rape victim attempted suicide in the courtroom of Gujarat high court on Tuesday by consuming pesticide. She was rushed to the Sola Civil Hospital, where her condition is said to be critical.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X