For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદી કે હાર્દિક નહીં, બે બિલાડીની લડાઇમાં ફાવી ગઇ કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

બુધવારે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ગુજરાતની રાજનીતિના અનેક પાસા ઉજાગર કર્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકામાં ભાજપની જીત થઇ છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ક્રોંગ્રેસ આગળ રહી. જિલ્લા પંચાયતોમાં જ્યાં 21 જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઇ તો 132 તાલુકા પંચાયતો પણ કોગ્રેસને મળી. નોંધનીય છે કે ગુજરાતમાં રહીને ભાજપે આટલી મોટી ખોટ છેલ્લા 15 વર્ષોની ચૂંટણીમાં ક્યારેય નથી જોઇ.

જિલ્લા-તાલુકા પંચાયતમાં ક્રોંગ્રેસને મળી જીત, જાણો ક્યાં મળી જીત

તે વાત પણ સાચી છે કે ગુજરાતમાં સાવ નાસપ્રાય થવાની આરે આવેલા ક્રોંગ્રેસને આ અણધારી સફળતા હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનના લીધે મળી છે. જે પાટીદારો એક સમય ભાજપના ખાસ વ્યક્તિઓ ગણાતા હતા. તેમણે પણ ભાજપને છોડીને કોંગ્રેસનો સાથ આપ્યો. અને તેના કારણે જ્યાં કોંગ્રેસનો રડ્યો ખડ્યો ઉમેદવાર જોવા ન મળતો હતો ત્યાં તેની જીત થઇ.

જાણો ક્યાં ચાલ્યો પટેલ પાવર અને ક્યાં થઇ ભાજપની બલ્લે બલ્લે

પણ શું આમ કરવાથી પાટીદાર અનામત આંદોલનને કોઇ રીતે ફાયદો થયો? હાર્દિક પટેલના ગામ તેવા વિરમગામમાં જ ભાજપની જીત થઇ. ચૂંટણી પહેલા જ્યાં તેવું લાગતું હતું કે પટેલ અનામતના લીધે ભાજપની કારમી હાર થશે તે વાત ખોટી પડી. ભલે મતદાન યાદીમાંથી અનેક પટેલોના નામ છેલ્લી ધડીએ નીકાળ્યા હોય તેવા આરોપો લગ્યા હોય તેમ હાર્દિક પટેલના અનામત આંદોલનની આગમાં આ ચૂંટણી પરિણામોએ ઠંડુ પાણી તો નાંખ્યું જ છે.

આ કારણોએ બચાવી ભાજપની લાજ અને ક્રોંગ્રેસને અપાવી જીત

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો કોઇ પાર્ટીને ચોખ્ખો ફાયદો થયો હોય તો તે છે કોંગ્રેસને. કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલનમાં પોતાનો રોટલો શેકી દીધો છે. અને ખરેખરમાં બે બિલાડીઓની લડાઇમાં વાંદરો ફાવી ગયો છે. પટેલો અને રાજ્ય સરકારની આ લડાઇમાં કોંગ્રેસ ફાવી ગઇ છે. ત્યારે કેવી રીતે કોંગ્રેસ ગેમ ચેન્જર બની તે જાણો અહીં...

6 મહિના પહેલા કોગ્રેસના હાલ

6 મહિના પહેલા કોગ્રેસના હાલ

આજથી 6 મહિના પહેલા કોગ્રેસના જે હાલ હતા તે જોતા જો ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઇ હોત તો કોંગ્રેસના પરિણામ ગત વર્ષ કરતા વધુ તો જરૂરથી આવ્યું હોત પણ આજે તે જે એક સબળ વિપક્ષ બની શકી છે તે ના થઇ હોત.

હાર્દિક પટેલની એન્ટ્રી

હાર્દિક પટેલની એન્ટ્રી

હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી. આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ચર્ચા તે થઇ રહી હતી કે ભાજપની અંદરના જ વિરોધીઓ આ આંદોલન કરાવી રહ્યા છે. કારણ કે પાટીદારો હંમેશાથી ભાજપના ખાસ રહ્યા છે.

ક્રોંગ્રેસનો ફાયદો

ક્રોંગ્રેસનો ફાયદો

નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યના મતદાન બાદ થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે તેમણે હાર્દિક પટેલને આંદોલન માટે માર્ગદર્શન આપ્યું છે. અને હાર્દિક પટેલ પણ છેલ્લે છેલ્લે જેલમાંથી કહ્યું હતું કે અનામતમાં ઉભેલા પાટીદારોને નહીં કોંગ્રેસ જ મત આપી ભાજપને કરારો જવાબ આપજો.

ચૂંટણીના પરિણામોએ પટેલ પાવર તો બતાવ્યો, પણ પટેલોની શાખ પણ ઓછી કરી

ચૂંટણીના પરિણામોએ પટેલ પાવર તો બતાવ્યો, પણ પટેલોની શાખ પણ ઓછી કરી

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપને કારમી હાર આપીને પટેલોએ તેમનો પાવર તો બતાવ્યો પણ આ જ પરિણામોએ તે પણ સાબિત કરી દીધું કે ગુજરાતની પ્રજામાં પટેલો સિવાય પણ લોકો છે. વળી વિરમગામ જેવા હાર્દિક પટેલના ઘરમાં ભાજપની જીતે પણ પટેલોની શાખને ઓછી કરી દીધી. વળી, મહાનગરપાલિકાના પરિણામો પણ સાબિત કર્યું કે પટેલ પાવર ગાજ્યો તેવો વરસ્યો નહીં.

બે બિલાડીઓની લડાઇમાં વાંદરો ફાવી ગયો

બે બિલાડીઓની લડાઇમાં વાંદરો ફાવી ગયો

ભાજપ અને પટેલોની લડાઇમાં ક્રોંગ્રેસનો ચોખ્ખો ફાયદો થયો. ભાજપને પણ આ ચૂંટણીમાં અનેક મહત્વની સીટો ગુમાવી પડી. તો પટેલોને પણ જોઇએ તેવી સફળતા ના મળી. પણ જો કોઇને સફળતા મળી તો કોંગ્રેસને. ત્યારે આ રાજરમતમાં કોંગ્રેસની પાંચે આંગળીઓ ધીમાં ગઇ છે. તે વાત તો સ્વીકારવી જ રહી.

English summary
Read How Congress Became Game Changer in local body election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X