For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કારણોએ બચાવી ભાજપની લાજ અને ક્રોંગ્રેસને અપાવી જીત

|
Google Oneindia Gujarati News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવી રહ્યા છે તે જોતા મહાનગરપાલિકા, નગરપાલિકાના ચૂંટણી પરિણામોમાં ભાજપ લીડ પર છે. તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્રોંગ્રેસ સારું પ્રદર્શન દેખાડી રહી છે. એકાંદરે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની લાજ રાખવામાં સફળ થયો છે.

તો બીજે પક્ષે ક્રોંગ્રેસ પણ જે મોટા પાયે ભાજપની વોટ બેંક તોડવામાં સફળ રહી છે અને જે રીતે અનેક બેઠકો પર ક્રોંગ્રેસનો સપાટો જોવા મળ્યો છે તે પણ એક વિચાર કરવા લાયક વાત છે. કારણ કે જો હાર્દિક પટેલ અને અનામત આંદોલન ના આવ્યું હોત તો ક્રોંગ્રેસને આટલી મોટી જીત ના મળી હોત. ક્રોંગ્રેસ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આગળ છે. ગ્રામીણ ચૂંટણીમાં ક્રોંગ્રેસની આ જીત અશક્ય નથી પણ તેની આટલી મોટી સંખ્યામાં સફળતા પાછળ અનેક કારણો જવાબદાર છે.

જાણો ક્યાં ચાલ્યો પટેલ પાવર અને ક્યાં થઇ ભાજપની બલ્લે બલ્લે

ત્યારે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ કેવી રીતે ભાજપ તેના લાજ બચાવવામાં સફળ થયું કેવી રીતે ભાજપને આટલા મોટા પાયે પટેલ અનામતનો મુદ્દો હોવા છતાં જીત મેળવી શક્યું. કેવી રીતે ક્રોંગ્રેસ પટેલ અનામતના મુદ્દે પોતાનો રોટલો શેકવામાં સફળ થયો તેના કારણો અમે અહીં રજૂ કર્યા છે. આ ચૂંટણી ભાજપ અને ક્રોંગ્રેસ બન્ને માટે ખરાખરીનો ખેલ સમાન હતી. ત્યારે કેવી રીતે ભાજપ અને ક્રોંગ્રેસ પોત પોતાની રીતે આ ચૂંટણીમાં પોતાની બાજી મારી છે, શું કારણો હતા તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ભાજપ અને વિકાસનો મુદ્દો

ભાજપ અને વિકાસનો મુદ્દો

સમગ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેને વિકાસના મુદ્દોને હાઇલાઇટ કર્યો હતો. ગુજરાતના વિકાસના મોડેલને હાઇલાઇટ કરવાની તેમની આ મહેનત સફળ થઇ છે.

OBC, સુવર્ણો અને લેઉઆ પટેલનો સાથ

OBC, સુવર્ણો અને લેઉઆ પટેલનો સાથ

ભાજપે આદિવાસીઓ માટે કામ કર્યું છે. વળી આનંદીબેને ચૂંટણી પહેલા સુવર્ણો માટે પેકેજ નીકાળીને સુવર્ણોને લુભાવ્યા પણ હતા. ઓબીસી, સુવર્ણો અને લેઉઆ પટેલોએ ભાજપને સાથ આપ્યો છે અને તે સુરત અને રાજકોટની ચૂંટણીના પરિણામોમાં છતો પણ થાય છે.

એસપીજીમાં આંતરિક વિખવાદ

એસપીજીમાં આંતરિક વિખવાદ

ભાજપને સપોર્ટ કરવાના મુદ્દે સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના પ્રમુખ લાલજી પટેલ જોડે વિવાદ થતા ચૂંટણી પહેલા જ અનેક પટેલ સભ્યો ભાજપમાં જોડાયા હતા.

મુસ્લિમોનું વોટ બેકિંગ

મુસ્લિમોનું વોટ બેકિંગ

આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પહેલી વાર મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપીને મુસ્લિમ વોટ બેંકનો ફાયદો પણ લીધો છે.

ઓછું મતદાન અને વિવાદ

ઓછું મતદાન અને વિવાદ

શહેરોમાં આ વખતે ચૂંટણી વખતે ઓછું મતદાન થયું છે. વળી મતદાન વખતે અનેક વોટર્સના નામ મતદાન યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. વળી ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવારો પર હુમલા થતા અને ધમકી મળવા જેવી બાબતો કારણે અમુક ઉમેદવારો તેમના ફોર્મ પાછા ખેંચી લીધા હતા. જેનો ફાયદો પણ ભાજપને થયો હતો.

ભાજપની 90 થી વધુ બેઠકો પર ચૂંટણી પહેલા જીત

ભાજપની 90 થી વધુ બેઠકો પર ચૂંટણી પહેલા જીત

વડોદરા, સુરતમાં ચૂંટણી પહેલા જ જ્યારે ઉમેદવારીના ફોર્મ ભરાયા હતા. ત્યારે અનેક કોંગ્રેસ ઉમેદવારોના ઘરે ટોયલેટ ના હોય, અમુક સપોટર્સનું નામ મતદાન યાદીમાં ના હોય જેવા કારણો સર કોંગ્રેસના 90થી વધુ ઉમેદવારોના નામ રદ્દ થયા હતા. આમ ચૂંટણી પહેલા જ ભાજપને 90થી વધુ બેઠકો પર જીત મળી હતી.

ભાજપનો આંતરિક વિવાદ

ભાજપનો આંતરિક વિવાદ

ભાજપના આંતકરિક વિખવાદે પણ તેના અનેક વોટ ક્રોંગ્રેસને જતા કર્યા છે. ભાજપમાં હજી પણ કેટલાક લોકો નરેન્દ્ર મોદી બાદ આનંદીબેનને મુખ્યમંત્રીના પદ પર જોવા નથી માંગતા જેના ફાયદો ક્રોંગ્રેસને થયો છે.

ભાજપ ગામમાં રહી છે અસફળ

ભાજપ ગામમાં રહી છે અસફળ

ભાજપ શહેરોમાં તો કામ કર્યું છે પણ ગામડાઓથી પહોંચવામાં અસફળ રહી છે. ડેમ બનવા છતાં ખેડૂતોના ખેતર સુધી પાણી નથી પહોંચ્યા. ગામડામાં શહેરો જેટલી સુવિધાઓ નથી મળી તેનું નુક્શાન ભાજપને વેઠવું પડ્યું છે. પણ આજ કારણે ગ્રામીણ ભારતમાં ક્રોંગ્રેસની જીતનું કારણ બન્યું છે.

હાર્દિક પટેલ ના હોત તો ક્રોંગ્રેસનું શું થાત?

હાર્દિક પટેલ ના હોત તો ક્રોંગ્રેસનું શું થાત?

એક વાત તો પાક્કી છે કે હાર્દિક પટેલ વગર ક્રોંગ્રેસનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલા મોટા નંબર અને આટલી બેઠકો પર જીતવું મુશ્કેલ હતું. આ નંબર મેળવીને ક્રોંગ્રેસે, હાર્દિક પટેલ અને અનામત આંદોલનના નામે પોતાનો રોટલો તો શેકી જ લીધો છે તે વાત નક્કી છે.

ભાજપ અને ભષ્ટ્રાચાર

ભાજપ અને ભષ્ટ્રાચાર

પાછલા 15 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં રાજ કરે છે. આટલા લાંબા સમયથી સત્તાએ ભષ્ટ્રાચારીઓને પણ ભષ્ટ્રાચાર કરવાનો પૂરો મોકો આપ્યો છે. અને તેને કડવા ફળ ભાજપને ખાવાનો વારો હવે આવ્યો છે. લોકોની આશ ભાજપ જોડેથી વધી છે અને ભાજપ તે પર ખરું ના ઉતરતા તેમણે ક્રોંગ્રેસને એક મોકો આપવાનું વિચાર્યું છે.

English summary
Reason why bjp win in local body election and why congress do good in it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X