For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણીઃ કનુ કલસારિયા ઉભા રાખશે પાંચ ઉમેદવાર

By Super
|
Google Oneindia Gujarati News

kanu kalsaria
અમદાવાદ, 22 ઑક્ટોબરઃકેશુભાઇ પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યા પછી વધુ એક ભાજપના બળવાખોર ધારાસભ્યએ પોતાના સદભાવના મંચના બેનર આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાંચ ઉમેદાવર ઉભા રાખવાનું નક્કી કર્યું છે.

ભાજપના ધારાસભ્ય કનુ કલસારિયાએ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ભાવનગરના તટીય વિસ્તાર મહૂવા વસ્તારમાં નિરમા સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનો વિરોધ કર્યો હતો અને રાજ્ય સરકારએ હાઇ કોર્ટમાં ખેંચી જઇ મોદી વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. તેમને સફળતાં પણ મળી અને યોજના ખારીજ પણ કરી દેવામાં આવી.

કલસારિયાએ કહ્યું, ' તટીય વિસ્તારની પરિસ્થિતિને બચાવવા માટે સીમેન્ટ પ્લાન્ટ વિરુદ્ધના અમારા સફળ આંદોલનથી ઘણા વિસ્તારોમાં અમારી શાખ વધી છે, જ્યાં અમને સારું એવું સમર્થન મેળી રહ્યું છે.' તેમણે કહ્યું કે મોદી સરકાર વિરુદ્ધની અમારી લડાઇમાં વિજય બાદ અમે માત્ર પાંચ વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચાર્યું છે, જ્યાં અમે અમારા ઉમેદવારો ઉભા રાખીશું.

સિમેન્ટ પ્લાન વિરુદ્ધ આંદોલન ચાલું રાખવા માટે કલસારિયાએ સામાજિક-રાજકીય સંગઠન સદભાવના મંચ બનાવ્યું હતું અને સ્થાનિક લોકોની ચૂંટણીમાં પણ ઉતાર્યા. તેમણે કહ્યું, ' મોદી દ્વારા તથાકથિત સદભાવન મિશનની શરૂઆત પહેલા અમારા મંચે તાલુકા પંચાયતમાં નસીબ અજમાવ્યું અને નવ બેઠક તથા ભાવનગર જિલ્લા પંચાયતમાં બે બેઠક પરથી વિજય મેળવ્યો.' આ વખતે પોતાની લડાઇને એક ડગ આગળ વધારતા તેઓ મહુવા, તળાજા, રાજુલા, ગારિયાધાર અને સાવરકુંડલામાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું,' અમારુ આંદોલન મહુવા અને તેની આસપાસના તટીય વિસ્તારોમાં કેન્દ્રિત હતું અને હવે અમે તટીય પટ્ટીમાં મોદી સરકાર વિરુદ્ધ પહેલા વિધાનસભા ચૂંટણી લડીશું.' સિમેન્ટ પ્લાન્ટ વિરુદ્ધ આંદોલન દરમિાયન કલસારિયાએ ભાલના તટીય વિસ્તારોથી ધોલેરા, ધંધુકા અને કચ્છ તથા જામનગરમાં જાગરુકતા યાત્રા કાઢી હતી.

English summary
After Keshubhai Patel's defection from BJP, another rebel MLA from the party has decided to take on Gujarat Chief Minister Narendra Modi under the banner of his Sadbhavna Manch and will field five candidates in the forthcoming State assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X