For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિજ કંપનીમાં વિદ્યુત સહાયકના 2087 પદ પર ભરતી, જાણો પગારધોરણ

ગુજરાત વિજ કંપનીમાં વિદ્યુત સહાયકના 2087 પદ પર ભરતી, જાણો પગારધોરણ

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં વિદ્યુત સેવાઓ પ્રદાન કરતી કંપની ગજરાત વિજે પોતાની અલગ અલગ ચાર કંપનીઓ (મધ્ય, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ)માં વિદ્યુત સહાયકના 2087 પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. અરજી માટે ઈચ્છુક ઉમેદવાર 15 જાન્યુઆરી 2020 સધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. માત્ર ઉત્તર ગુજરાત વિજ કંપની માટે અરજીની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2020 છે. ભરતીની જાહેરાતમાં આપવામાં આવેલ તમામ જરૂરી સૂચનો અહીં વાંચ્યા બાદ જ ઉમેદવાર પોતાની ઓનલાઈન અરજી કરે.

ખાલી પદોની સંખ્યા

ખાલી પદોની સંખ્યા

  • પશ્ચિમ ગુજરાત વિજ કંપનીમાં કુલ 881 પદ પર ભરતી થશે
  • મધ્ય ગુજરાત વિજ કંપનીમાં કુલ 246 પદ પર ભરતી થશે
  • દક્ષિણ ગુજરાત વિજ કંપનીમાં કુલ 482 પદ પર ભરતી થશે
  • ઉત્તર ગુજરાત વિજ કંપનીમાં કુલ 478 પદ પર ભરતી થ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ગુજરાત વિજ કંપની માટે 26 ડિસેમ્બર 2019ના રોજથી ઓનલાઈન ફોર્મ ભરવા શરૂ થઈ ગયાં છે અને 15 જાન્યુઆરી 2020ની રાતના 11.59 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે ઉત્તર ગુજરાત વિજ કંપની માટે 27 ડિસેમ્બર 2019થી ઓનલાઈન અરજી શરૂ થઈ છે અને 16 જાન્યુઆરી 2020ની રાતના 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશો.

ફી અને ઉંમર મર્યાદા

ફી અને ઉંમર મર્યાદા

અનારક્ષિત/ઈડબલ્યૂએસ વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા અને એસસી/એસટી વર્ગના ઉમેદવારોએ અરજી સાથે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. અનારક્ષિત વર્ગ ઉંમર મર્યાદા 30 વર્ષની છે જ્યારે આરક્ષણ કેટેગરી હેઠળ આવતા ઉમેદવારો માટે ઉંમર મર્યાદા 35 વર્ષની છે. જ્યારે મહિલાઓને ઉંમરમાં વધારાની 5 વર્ષની, દિવ્યાંગો અને પૂર્વ સૈનિકોને વધારાની 10 વર્ષની છૂટ મળે છે.

ઉપયોગી માહિતી

ઉપયોગી માહિતી

ઉમેદવાર 55 ટકા સાથે બીએ, બીકોમ, બીએસસી, બીસીએ અથવા બીબીએની ડિગ્રીમાં સ્નાતક હોવા જોઈએ. કોમ્પ્યુટર ચલાવવાની સાથે જ અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર સારી પકડ હોવી જરૂરી છે. પગાર ધોરણની વાત કરીએ તો પહેલા વર્ષ 17500 રૂપિયા પ્રતિ મહિને મળશે જ્યારે બીજા વર્ષથી પાંચ વર્ષ દરમિયાન વધારા સાથે પગાર મળશે. જ્યારે પરીક્ષાની વાત કરીએ તો ઓનલાઈન અરજીના આધારે ઉમેદવારોને ઓનલાઈ ટેસ્ટ માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ માત્ર અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જ લેવાશે.

અહીંથી અરજી કરો

અહીંથી અરજી કરો

પશ્ચિમ ગુજરાત વિજ કંપનીની ભરતીની જાહેરાત જોવા મટે અહીં ક્લિક કરો.
પશ્ચિમ ગુજરાત વિજ કંપનીમાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતીની અરજી જોવા માટે અહીં ક્લિક કરો.
મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
દક્ષિણ ગુજરાત વિજ કંપનીની ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો.
દક્ષિણ ગુજરાત વિજ કંપનીમાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
ઉત્તર ગુજરાત વિજ કંપનીની ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો.
ઉત્તર ગુજરાત વિજ કંપનીમાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

રૂપાણી સરકારે એક જ દિવસમાં 9 નગર આયોજન સ્કીમ મંજૂર કરીરૂપાણી સરકારે એક જ દિવસમાં 9 નગર આયોજન સ્કીમ મંજૂર કરી

English summary
Recruitment for 2087 position of Electrical Assistant in Gujarat vij Company
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X