ગણતંત્ર દિવસની પરેડમાં આવી હશે આ વખતે ગુજરાતની ઝાંખી, દેખાશે આદિવાસીઓની શૌર્યગાથા
ગાંધીનગરઃ ભારતના 73માં ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે 12 રાજ્યોની ઝાંખી જોવા મળશે. આ રાજ્યોમાં ગુજરાત શામેલ છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ગૃહરાજ્ય પણ છે. ગુજરાત સરકારે પોતાને ત્યાંથી પરેડમાં રજૂ કરાનાર ઝાંખી વિશે જણાવ્યુ છે. સરકારે કહ્યુ છે કે આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિકારીઓની શૌર્યગાથાની ઝલક દેખાશે.
ગુજરાતના આદિવાસી ક્રાંતિકારીઓની શૌર્યગાથા
સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પ્રસ્તુત કરાનાર ગુજરાતની ઝાંખીમાં આદિવાસી ક્રાંતિકારીઓના બલિદાન સાથે જોડાયેલ ઈતિહાસને દર્શાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દેશના સ્વાધીનતા સંગ્રામમાં અહીંના લગભગ 1200 આદિવાસીઓ શહીદ થયા હતા. આ વખતે, આદિવાસીઓ આ શૌર્ય ગાથાને બધા સામે રજૂ કરવા જઈ રહ્યા છે.
બાળકો અને વેક્સીનના વિનાના લોકોને એન્ટ્રી નહિ મળે
ગણતંત્ર દિવસ પરેડ માટે આ વખતે અમુક નિયમો પણ લોકો માટે બનાવવામાં આવ્યા છે. દિલ્લી પોલિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોના વેક્સીન ના લગાવનાર લોકોને પરેડમાં જોવા આવવાની અનુમતિ નતી. પોલિસે એક અધિસૂચનામાં કહ્યુ, 'ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી પરેડમાં માત્ર એ જ લોકો શામેલ થઈ શકે છે જે સંપૂર્ણપણે વેક્સીનેટેડ હોય. આ ઉપરાંત 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ ગણતંત્ર દિવસના સમારંભમાં શામેલ થવાની અનુમતિ આપવામાં નહિ આવે.' દિલ્લી પોલિસે એ પણ કહ્યુ છે કે 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર યોજાનાર પરેડ કાર્યક્રમમાં લોકોએ બધા કોવિડ-પ્રોટોકૉલનુ પાલન કરવાનુ રહેશે. જેવા કે માસ્ક પહેરવુ અને સામાજિક અંતર જાળવી રાખવુ.