For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ પાટીદાર આંદોલનમાંથી રેશ્મા પટેલે કરી પાછીપાની

|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલનમાં પોતાના તીખા તેવર માટે જાણીતી તેવી રેશ્મા પટેલે અચાનક જ શુક્રવારે અનામત આંદોલન સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી. સામાન્ય રીતે જય સરદારની ટોપી પહેરેલી જોવા મળતી રેશમા પટેલ જ્યારે મહેસાણા પોલીસ સ્ટેશનમાં હાજર રહી ત્યારે અલગ જ અંદાજમાં જોવા મળી હતી.

નોંધનીય છે કે શુક્રવારે બપોરે રેશ્મા પટેલે અવિશ્વાસ મામલે પાટીદાર આંદોલન સાથે પોતાનો છેડો ફાડ્યો અને તેના પછી મહેસાણામાં થયેલી હિંસાની ફરિયાદ મુદ્દે રેશ્મા પટેલ અમદાવાદમાં આત્મસમર્પણ કરવા માટે રાણીપ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગઇ હતી અને આત્મસમર્પણ કર્યું હતું. જેણે પોલિસની મુશ્કેલી વધારી દીધી હતી. ત્યારે શું છે આ આખી ધટના કેમ રેશ્મા પટેલ અચાનક જ પાટીદાર આંદોલનમાંથી પોતાનું નામ ખેંચી લીધું તે વિષે વધુ જાણો અહીં.

રેશ્મા પકડાવા તૈયાર પણ પોલીસનો નનૈયો

રેશ્મા પકડાવા તૈયાર પણ પોલીસનો નનૈયો

શુક્રવારે રાણીપ પહોંચેલી રેશ્માના આત્મસમર્પણને સ્વીકારવા અને તેની ધરપકડ કરવા અંગે પોલિસે નનૈયો ભરી દીધા. પોલીસનું કહેવું હતું કે મહેસાણા હિંસામાં રેશ્માનો હાથ કેટલો છે તે અંગે તપાસ ચાલુ છે જેથી હાલ તેની ધરપકડ કાયદાકીય રીતે ના કરી શકાય.

હાઇ વોલ્ટેજ ડ્રામા

હાઇ વોલ્ટેજ ડ્રામા

આશરે દોઢ કલાક સુધી રેશ્મા રાણીપ પોલીસ સ્ટેશનમાં બેસી રહેલી અને પછી પરત ફરેલી રેશ્મા પટેલના આ હાઇ વોલ્ટેજ ડ્રામામાં કોઇક નવો વળાકંની ચાડી ખાઇ રહ્યો હતો તેવું લાગતું હતું.

પાટીદાર સમાજથી છેડો ફાડ્યો

પાટીદાર સમાજથી છેડો ફાડ્યો

આત્મસર્પણ પહેલા જ રેશ્મા પાટીદાર અનામત આંદોલન સાથે છેડો ફાડી દીધો હતો. રેશ્માનું કહેવું હતું કે હાર્દિક પટેલે તેની પર જે અવિશ્વાસ મૂક્યો છે તેનાથી તે નારાજ થઇને તેણે આ પગલું ભર્યું છે. આ અંગે તેણે સમાજને એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે.

હાર્દિકની યાદીમાં રેશ્મા નહીં

હાર્દિકની યાદીમાં રેશ્મા નહીં

આ પત્ર મુજબ હાર્દિક પટેલે પાસના નેતાઓની જે નવી યાદી બનાવી છએ તેમાં તેનું કોઇ નામ નથી. વધુમાં રેશ્માએ આ પત્રમાં લખ્યું છે કે તેણે હંમેશા સમાજ માટે કામ કર્યું છે અને તેમાં તેનો કોઇ સ્વાર્થ નથી.

શું રેશ્માને તેની ઇમેજ નડી?

શું રેશ્માને તેની ઇમેજ નડી?

આ પત્રમાં રેશ્માએ પોતાની ભૂતકાળની મોર્ડન જીવનશૈલીની વાત પણ કરી છે અને કહ્યું છે કે જે ભૂતકાળ મોર્ડન જરૂરથી હતી પણ તેણે તેના સંસ્કારો ક્યારેય નથી છોડ્યા. તો શું રેશ્માની મોર્ડન ઇમેજ તેને નડી?

લાલજી, હાર્દિક, રેશ્મા

લાલજી, હાર્દિક, રેશ્મા

પાટીદાર અનામત આંદોલનમાં ધીરે ધીરે જ સહીં પણ ફૂટ ફાટ દેખાઇ રહી છે પહેલા હાર્દિકનો તે લેટર બોમ્બ કે ઉત્તર ગુજરાતના એક નેતાને મુખ્યમંત્રી બનવું છે. પછી લાલજીનું આંદોલન અને તે પર હાર્દિકની રેશ્માની હાકલપટ્ટી નવા વળાંકો દર્શાવી રહી છે.

English summary
Reshma Patel detached herself from patidar reservation movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X